એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ફાયદો, એક સાથે બે એપ્લિકેશન કરી શકશો ડાઉનલોડ

Tech News: ગૂગલ પ્લે સ્ટોરે ફીચર્સમાં (Google Play Store Features) બદલાવ કરીને એન્ડ્રોઇડ યુઝર્સને મોટી ખુશખબર આપી છે. એન્ડ્રોઇડ યુઝર્સને પહેલા એક સાથે બે એપ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ગૂગલ પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઇડ યુઝર્સ એક સાથે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. આની સાથે સાથે ઘણા બધી એપ્લિકેશનને અપડેટ પણ કરી શકાશે.

ગૂગલ પ્લે સ્ટોર પર હમણાં સુધી એકથી વધુ એપ ડાઉનલોડ કે અપડેટ કરી શકાતી નહોતી. એક એપ ડાઉનલોડ કે અપડેટ થાય ત્યાં સુધી બીજી એપ્લીકેશન પેન્ડિંગમાં રહેતી હતી. અને તેને ડાઉનલોડ કે અપડેટ કરવા માટે રાહ જોવી પડતી હતી. પણ પ્લે સ્ટોરે કરેલા બદલાવના લીધે હવે એક સાથે વધુ એપ ડાઉનલોડ કે અપડેટ કરીને સમય બચાવી શકાશે.

ગૂગલ પ્લે સ્ટોર હજુ આ ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ નવા ફીચર્સ એન્ડ્રોઇડ યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે. નવા ફિચર્સને ગૂગલ પ્લે સ્ટોર વર્ઝન નંબર 40.0.13 પર જોઈ શકાશે. નવા ફીચર અપડેટ પછી યુઝર્સને અપડેટ ઓલનું ઓપ્શન મળશે અને આ ઓપ્શન મેનેજ એપ્સ ઓર ડિવાઇઝ સેક્શનમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : OMG: લાખોમાં ફોલોઅર્સ અને એ પણ એક શ્વાનના, જીવે છે આલીશાન જીવન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top