ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત!

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ઓનલાઈન અરજીની શું છે પ્રક્રિયા?

પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોટી પોલીસ ભરતી અંગે સંકેત આપ્યો હતો. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી. પોલીસ વિભાગની આ ભરતી લાંબા સમયથી તૈયારી કરી રહેલા સંખ્યાબંધ યુવાનો માટે આર્શિવાદરૂપ બની રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top