વાળ ખરતા અટકાવો: મજબૂત અને લાંબા વાળ માટે અજમાવો આ ટિપ્સ

અમદાવાદ: આપણામાંથી મોટાભાગના લોકો વાળ ખરવા, શુષ્ક થઈ જવા, તૂટવા અને ઓછા હેર ગ્રોથ જેવી સમસ્યાઓથી હેરાન થતાં હોય છે. વાળની જાડાઈ આરોગ્ય, ઉંમર, ભોજનની ટેવ વગેરે પર આધારિત છે. પરંતુ યોગ્ય કાળજી લઈને વાળને મજબૂત, જાડા અને ચમકદાર બનાવી શકાય છે.

  1. જરૂરી પોષક તત્વોનું સેવન
    વિટામિન B2, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન D, વિટામિન E, B12 અને આયર્ન વાળ માટે ખૂબ જ જરૂરી છે. તેથી આંબળા, બીટ, ગાજર, કેળાં, દૂધ, અળસી, લીલા શાકભાજી, ઈંડા, પ્રોટીનથી ભરપૂર પોષક દ્રવ્યોનું નિયમિતપણે સેવન કરવાથી વાળ ખરતા બંધ થાય છે અને નવા વાળ ઊગવાનું શરૂ થાય છે.
  2. નિયમિત યોગ
    સતત ભાગદોડના લીધે હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક ટેન્શનથી પીડાતી હોય છે. વધુ સ્ટ્રેસ અને ટેન્શન લેવાથી વાળ ઉતારવાની સમસ્યા સર્જાય છે. સ્ટ્રેસના લીધે વાળના મૂળને નુકસાન થતું હોય છે અને વાળ નબળા થવા, ખરવા, શુષ્ક થવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. આ માટે નિયમિત રીતે શીર્ષાસન, ઉત્તનાસન અને સૂર્યનમસ્કાર કરવાથી વાળની સાથે સાથે શરીરને પણ ઘણા લાભ થાય છે. યોગ કરવાથી માથામાં લોહીનું પરિભ્રમણ વધે છે. વાળના મૂળ મજબૂત બને છે અને હેર ગ્રોથ વધે છે.
  3. હેર માસ્ક
    અઠવાડિયામાં એક વાર હેર માસ્ક લગાવાથી વાળને જરૂરી પોષકતત્વો મળે છે. જેના લીધે વાળ ચમકદાર, મજબૂત અને જાડા બને છે. હેર માસ્કમાં હેર ઓઇલ, કેળાં, દહીં , અળસીનું જેલ, એલોવેરા, ડુંગળીનો રસ, મેથી દાણાનો પાવડર, શિકાકાઈ પાવડર, આંબળા પાવડર, ઇંડા અને દિવેલનો પણ સમાવેશ કરી શકાય છે. અળસીના જેલથી વાળ ચમકદાર બને છે અને ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

નિષ્કર્ષ
વાળની માવજત ખૂબ જ જરૂરી છે અને એટલે જ વાળ માટે મહત્વના પોષક દ્રવ્યોનું સેવન જરૂરી બને છે. ઘણા લોકો મને છે કે મજબૂત વાળ વારસાગત હોય છે. જો માતાપિતાના વાળનો ગ્રોથ સારો હોય તો જ બાળકને સારા અને સ્વસ્થ વાળ મળતા હોય છે પરંતુ જરૂરી ખોરાક, યોગાસન અને વાળની માવજતથી માત્ર 3 થી 6 મહિનામાં જ વાળમાં ફરક જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top