Thandai Powder: જો તમે હોળી પર મહેમાનોને ઈમ્પ્રેસ કરવા માંગો છો, તો અત્યારથી જ તૈયાર કરીને રાખો આ ઠંડાઈ પાઉડર

હવે હોળીનો તહેવાર નજીકમાં છે. તહેવારના આ દિવસે બધા ભેગા થાય છે અને રંગોથી હોળી રમે છે. આ તહેવારની સૌથી સારી વાત એ છે કે આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે જેમાં ઠંડાઈનો પણ સમાવેશ થાય છે. દરેક વ્યક્તિની ઠંડાઇ બનાવવાની રીત અલગ અલગ હોય છે. લોકો પણ આજકાલ આર્ટીફીશ્યલ પીણાઓ કરતા સ્વાદિષ્ટ ઠંડાઈ પીવાનું વધુ પસંદ કરે છે.

જોકે પરંપરાગત રેસીપી મુજબ ઠંડાઇ બનાવવામાં વધારે સમય લાગે છે. કારણ કે તેને એક રાત અગાઉ પલાળવામાં આવે છે પછી સવારે તેને પીસવામાં આવે છે. કેટલાક લોકો તેને પીસવા માટે કપડાનો ઉપયોગ કરે છે. પછી આ પેસ્ટને ઠંડા દૂધમાં ભેળવવામાં આવે છે. જો તમારે હોળીના દિવસે આટલી બધી મહેનત કરવી ન હોય તો અગાઉથી ઠંડાઇ બનાવીને રાખી શકો છો. આ પાઉડરને ફક્ત ઠંડા દૂધમાં ભેળવવાનો હોય છે અને બસ ઠંડાઇ તૈયાર.

ઠંડાઈ પાવડર બનાવવા માટે જરૂરી સામગ્રી

100 ગ્રામ બદામ
100 ગ્રામ કાજુ
100 ગ્રામ પિસ્તા
2 ચમચી ખસખસ
4-6 ચમચી તરબૂચના બીજ
2 ચમચી વરિયાળીના બીજ
2/4 કપ ગુલાબની પાંખડીઓ
20-30 નંગ એલચી
6 ચપટી કેસર
20 કાળા મરી

ઠંડાઈ પાવડર બનાવવાની રીત

ઠંડાઇ પાવડર બનાવવા માટે બદામ, કાજુ અને પિસ્તાને દસ મિનિટ સુધી શેકી લો ત્યાર બાદ તેને ઠંડુ થવા દો. હવે દરેક વસ્તુને મિક્સરમાં નાખીને બારીક પાવડર ન બને ત્યાં સુધી પીસી લો. જો તમારે આ મિક્સને મીઠું બનાવવું હોય તો તેની સાથે થોડી સાકર કે ખાંડ પીસી લો. અહીં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે તેને વધુ ગ્રાઇન્ડ ન કરો કારણ કે આમ કરવાથી તે તેલયુક્ત થઈ જશે. આ સામગ્રી બરાબર પીસાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. પછી તેને એરટાઈટ જારમાં નાખીને રેફ્રિજરેટરમાં રાખો અને જરૂર પડ્યે ઠંડા દૂધમાં મેળવીને સર્વ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top