તમાકુના વેપારીના ઘરે આવકવેરાના દરોડા, 16 કરોડની રોલ્સ રોયસ સહિત કરોડોની રોકડ જપ્ત

આવકવેરા વિભાગે તમાકુ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા બંસીધર ટોબેકો કંપનીના કાનપુર, દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની ટીમે કંપનીના માલિક શિવમ મિશ્રાના દિલ્હીના વસંત વિહારમાં આવેલા નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે. IT ટીમોએ દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો સાથે રૂપિયા 4.5 કરોડની રોકડ જપ્ત કરી છે.

આ સિવાય શિવમ મિશ્રાના ઘરેથી 50 કરોડથી વધુની કિંમતની કાર મળી આવી છે. જેમાં 16 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમનો પણ સમાવેશ થાય છે. શિવમ મિશ્રાના ઘરેથી મળી આવેલી અન્ય લક્ઝરી કારમાં મેકલેરેન, પોર્શે અને લેમ્બોર્ગિનીનો પણ સમાવેશ થાય છે. આ બધી કારની નંબર પ્લેટમાં 4018 નંબર લેવામાં આવેલો છે.

ટર્નઓવર વિશે ખોટું બોલ્યા

રિપોર્ટ અનુસાર, કંપનીએ 20 થી 25 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. જ્યારે કંપનીનું વાસ્તવિક ટર્નઓવર 100-150 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કંપનીએ તેના ટર્નઓવર વિશે ખોટો દાવો કર્યો છે. દરોડાથી ખુલાસો થયો છે કે કંપનીએ માત્ર આવકવેરાની ચોરી જ નહીં પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે બંસીધર ટોબેકો પ્રાઈવેટ લિમિટેડ એ તમાકુ ઉદ્યોગનું મોટું નામ છે જે મોટા ભાગના પાન મસાલા બનાવતા એકમોને માલ સપ્લાય કરે છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ એકટ્રેસ અંકિતા લોખંડે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની કાસ્ટિંગ કાઉચનો શિકાર, કહ્યું – તેણે મને અંદર બોલાવી અને…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top