IND vs ENG : ભારતને લાગ્યો મોટો આંચકો, પરિવારમાં ઇમરજન્સીના કારણે ટીમના સ્ટાર સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન ઘરે પરત ફર્યા.

IND vs ENG, R Ashwin Ruled Out: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરીઝના ત્રીજી મેચમાં, શુક્રવારે અશ્વિને ઈતિહાસ રચ્યો અને તેની ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ પૂરી કરી. જો કે,આ સિદ્ધિના ગણતરીના કલાકો બાદ આર.અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિનના પરિવારમાં ઈમરજન્સીની સ્થિતી સર્જાતા ઉતાવળે ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ચેન્નાઈ સ્થિત પોતાના ઘરે પરત ફરવાની ફરજ પડી હતી.

શા માટે અશ્વિને મેચ અધવચ્ચે જ છોડી ?

ચેન્નઈમાં પોતાના ઘરે પરત ફરવાની ફરજ પડવાના કારણે આ અનુભવી સ્પિનર ​​હવે રાજકોટ સામેની મેચમાં રમતા જોવા નહીં મળે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ શુક્રવારે મોડી રાત્રે અશ્વિન સાથે જોડાયેલી આ માહિતી શેર કરી. બીસીસીઆઈએ તેના નિવેદનમાં અશ્વિનને બહાર રાખવાનું કારણ પણ આપ્યું છે. અને કહ્યું હતું કે ‘રવિચંદ્રન અશ્વિન કૌટુંબિક ઈમરજન્સીને કારણે તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો છે પરંતુ કટોકટીના આ સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમ અશ્વિનની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ અને ટેકો પુરી પાડવામાં આવશે.

500મી વિકેટ પિતાને સમર્પિત હતી

રાજકોટ ટેસ્ટના બીજા દિવસે રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને પેવેલિયનમાં મોકલીને તેની ટેસ્ટ કારકિર્દીની 500 વિકેટ ઝડપી હતી. આ ખાસ સિદ્ધિ પર અશ્વિન ઘણો ભાવુક જોવા મળ્યો હતો. તેણે આ સિદ્ધિનો શ્રેય તેના પિતાને આપ્યો અને કહ્યું હતું કે ‘તેના પિતા હંમેશા દરેક પ્રકારની પરિસ્થિતિમાં તેમની પડખે ઊભા હતા.’

વિરાટ કોહલી પણ બહાર છે

ઉલ્લેખનીય છે કે આર. અશ્વિન ઈંગ્લેન્ડ સામેની હાલની સીરિઝની વચ્ચે ખસી જનાર પ્રથમ ખેલાડી નથી. તેમના પહેલા અંગત કારણોસર ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પણ ટેસ્ટ સીરીઝમાંથી બહાર રહ્યા હતા. આ બે મહાન ખેલાડીઓની ગેરહાજરીથી ભારતની મુશ્કેલીઓ નિઃશંકપણે વધશે તેવી શક્યતાઓ સેવાય રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top