મહંત સ્વામીના હસ્તે BAPSના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે PM નરેન્દ્ર મોદી ઉદ્ધાટનમાં હાજર રહેશે

UAEમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. મહંત સ્વામી મહારાજના હસ્તે બીએપીએસના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યે મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાશે. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય રામ-સીતા, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. ગણપતિદાદા સહિત 15 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે પણ મુલાકાત કરશે. બુધવારે નરેન્દ્ર મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.

PM મોદી આજે UAEમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે

PM મોદી આજે (14 ફેબ્રુઆરી 2024) સ્થાનિક સમય અનુસાર સવારે 11:40 વાગ્યે UAE ના ઉપરાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ પછી તેઓ બપોરે 12.10 વાગ્યે ભારત માર્ટનું વર્ચ્યુઅલ લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી બપોરે 12.20 કલાકે વર્લ્ડ ગવર્નન્સ સમિટને સંબોધિત કરશે. વડાપ્રધાન સાંજે સાડા ચાર વાગ્યે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

18 ફેબ્રુઆરી થી ભક્તોકરી શકશે મંદિરમાં દર્શન

UAEમાં PM મોદી આજે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. મહંત સ્વામી મહારાજના હસ્તે બીએપીએસના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત કરાઇ હતી.. ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યે મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાશે. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય રામ-સીતા, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. ગણપતિદાદા સહિત 15 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top