Indian Navy Rescue

એડનની ખાડીમાં હુથીના ડ્રોન હુમલાથી જહાજમાં લાગી આગ, Indian Navy એ બચાવ્યા 21 લોકોના જીવ

નવી દિલ્હી: નૌકાદળના યુદ્ધ જહાજ INS કોલકાતા દ્વારા એક ભારતીય નાગરિક સહિત જહાજના 21 સભ્યોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ સભ્યના જણાવ્યા મુજબ બુધવારે થયેલા હુમલા બાદ જહાજ બલ્ક કેરિયર MV ટ્રુ કોન્ફિડન્સ પર આગ લાગી જતા જહાજ ચાલકોએ જહાજ છોડી દીધું હતું. દરિયાઈ સીમા પર સુરક્ષા માટે ખડે પગે ઊભા રખાયેલા INS કોલકાતાએ સાંજે 4.45 વાગ્યે ઘટનાસ્થળે પહોંચીને હેલિકોપ્ટર અને બોટના ઉપયોગ થકી એક ભારતીય નાગરિક સહિત 21 સભ્યોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.

નૌકાદળની મેડિકલ ટીમ દ્વારા ઘાયલ થયેલા સભ્યોને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા સભ્યોને INS કોલકાતા દ્વારા બિજુતી લઈ જવાયાં.ઉલ્લેખનીય છે કે જહાજને એડનથી લગભગ 55 નેનોમીટર દક્ષિણ પશ્ચિમમાં એક ડ્રોને ટક્કર મારી દીધી હતી. જેના પરિણામે જહાજ પર આગ લાગી જવાથી જહાજમાં સવાર સભ્યો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. જેથી જહાજને છોડી દેવાની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ વિવિધ વ્યાપારી જહાજો પર હુમલા વધી રહ્યા છે, તેવામાં હુથી આતંકવાદીઓ દ્વારા ‘રેડ સી’માં બનેલી આ સમગ્ર ઘટના સામે આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top