IPL 2024 શેડ્યૂલની જાહેરાત, CSK અને RCB વચ્ચે આ દિવસે પ્રથમ મેચ રમાશે, જાણો દરેક વિગત

IPL 2024 Schedule Announcement Updates: લાંબા સમયથી જેમની રાહ જોવામાં આવી રહી હતી તે IPL 2024નું બહુ પ્રતિક્ષિત શેડ્યૂલ આખરે રિલીઝ થઈ ગયું છે. શેડ્યૂલને લઈને ઘણા દિવસોથી મીડિયા અલગ અલગ રિપોર્ટ્સ આવી રહ્યા હતા. પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જાણો પ્રથમ મેચ ક્યારે રમાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ આવી ગયું છે. આ અંગેની જાહેરાત આજે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની)ની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઇમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ સુધી)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

સૌજન્ય : Star Network

IPL 2024ની શરૂઆતની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. IPLની ફાઈનલ 26 મેના રોજ રમાય તેવી શક્યતા છે. આઈપીએલ 2024 પણ આઈપીએલની 2023 સીઝન જેવી જ હશે તેમાં 74 મેચ રમાશે, પરંતુ ગયા વર્ષે 60 દિવસની જગ્યાએ આ વખતે 67 દિવસની મેચો રમાશે. સામાન્ય ચૂંટણીને કારણે આઈપીએલનું શિડ્યુલ એક અઠવાડીયું લંબાવવામાં આવ્યું છે. જ્યારે 2019માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ આવો જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો, અને ત્યારે પણ આઈપીએલનું શેડ્યૂલ બે ભાગમાં રાખવામાં આવ્યું હતું.

બાકીનું સમયપત્રક ક્યારે જાહેર થશે?

IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે પહેલા જ કહ્યું હતું કે IPL 22 માર્ચથી શરૂ થશે. અને IPL શિડ્યૂલ ટુકડાઓમાં એટલે કે તબક્કાવાર જારી કરવામાં આવશે. સૌથી પહેલા IPLના પહેલા તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ IPLના બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે.

IPLની તમામ સીઝનના વિજેતાઓની યાદી:

સીઝનવિજેતારનર અપ
2008રાજસ્થાન રોયલ્સ ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું
2009ડેક્કન ચાર્જર્સરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 રનથી હરાવ્યું
2010 ચેન્નઈ સુપર કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સને 22 રને હરાવ્યું
2011ચેન્નાઈ સુપર કિંગ્સરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 58 રનથી હરાવ્યું
2012કોલકાતા નાઈટ રાઈડર્સચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું
2013મુંબઈ ઈન્ડિયન્સચેન્નઈ સુપર કિંગ્સને 23 રનથી હરાવ્યું હતું
2014કોલકાતા નાઈટ રાઈડર્સપંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું
2015મુંબઈ ઈન્ડિયન્સચેન્નઈ સુપર કિંગ્સને 41 રનથી હરાવ્યું હતું
2016સનરાઇઝર્સ હૈદરાબાદરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવ્યું
2017મુંબઈ ઈન્ડિયન્સરાઈઝિંગ પૂણે સુપરજાયન્ટને 1 રનથી હરાવ્યું
2018ચેન્નઈ સુપર કિંગ્સસનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
2019મુંબઈ ઈન્ડિયન્સચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવ્યું
2020મુંબઈ ઈન્ડિયન્સદિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું
2021ચેન્નઈ સુપર કિંગ્સકોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું
2022ગુજરાત ટાઇટન્સરાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું
2023ચેન્નઈ સુપર કિંગ્સગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top