કોહલીની T20માં ‘વિરાટ’ સિદ્ધિ, એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો

Virat Kohli 100th T20 Fifty : સ્ટાર બેટર વિરાટ કોહલીએ ગઈકાલે IPL 2024ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં પંજાબ કિંગ્સ સામે તેના T20 કરિયરની 100મી ફિફ્ટી ફટકારી હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં 100 ફિફ્ટી ફટકારનાર એશિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલી T20માં 100મી વખત 50 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બેટર બની ગયો છે.

કોહલીની 100મી ફિફ્ટી
આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં કોહલીએ T20માં 12,000 રનનો આંકડો પાર કર્યો હતો.હવે કોહલીએ T20માં 100મી વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. ચિન્નાસ્વામીમાં પંજાબ સામે રમાયેલી મેચમાં કોહલીએ IPLમાં પોતાની 51મી ફિફ્ટી ફટકારી હતી. આ સિવાય તેણે ટુર્નામેન્ટમાં 7 સદી પણ ફટકારી છે. કોહલીએ પંજાબ સામે 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

કોહલીએ ધવન-વોર્નરને પાછળ છોડ્યો

કોહલીએ IPLમાં 51મી ફિફ્ટી ફટકારીને IPLમાં બીજો સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે 50 ફિફ્ટી ફટકારનાર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. વોર્નર 61 ફિફ્ટી સાથે ટોપ પર છે. જ્યારે કોહલી IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. કોહલીએ 650 ચોગ્ગાનો આંકડો પાર કરી લીધો છે. તે વોર્નરથી આગળ નીકળી ગયો છે. વોર્નરના નામે 649 ચોગ્ગા છે. આ યાદીમાં ધવન ટોપ પર છે. તેણે 750થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

આ સમાચાર પણ વાંચો: IPL: હર્ષિત રાણાને ‘ફ્લાઇંગ કિસ’ ભારે પડી, BCCIએ લીધા કડક એક્શન, ભરવો પડશે દંડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top