ઉનાળામાં પીવો લેમન-મિન્ટ જ્યુસ, ભરપૂર એનર્જી મળશે

ગરમી શરૂ થતાં જ હિટવેવના લીધે બીમાર પડવાની, ચક્કર આવવાની અને લૂ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ ગરમીમાં સ્વસ્થ રહેવા માટે અને એનર્જી જળવાઈ રહે તે માટે 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. ઉનાળાની ઋતુની શરૂઆત થાય એટલે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડતી હોય છે. જેમાં પૂરતા પ્રમાણમાં ફળ, શાકભાજી અને ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ. ચાલો જાણીએ ઉનાળાની ઋતુમાં લાભદાયક એવા લેમન-મિન્ટ જ્યુસની રેસીપી વિશે.

ઘટકો
1/2 કપ ફ્રેશ ફુદીનો
1 ચમચી કોથમીર
1 ચમચી વરિયાળી
1 લીંબુનો રસ
1 ટુકડો આદુ
1/2 ચમચી સંચળ
1/2 ચમચી મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ

ફુદીનો, કોથમીર, વરિયાળી અને આદું મીક્ષરના બાઉલમાં નાખી ક્રશ કરી લો. હવે તેમાં મીઠું, સંચળ, મરીનો પાઉડર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમાં પ્રમાણસર પાણી નાખી બરફના ટુકડા સાથે ઠંડુ પીરસો.

આ સમાચાર પણ વાંચો: Breakfast recipe: બાળકોથી લઈને વૃદ્ધોને મજા પડી જશે, જાણો પોટેટો બોલ્સની રેસીપી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top