‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ…’ મુકેશ-નીતા અંબાણી રોમેન્ટિક ગીત પર ડાન્સ કરશે, રિહર્સલનો વીડિયો થયો વાયરલ

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ખુશીનો માહોલ છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રી-વેડિંગ ઈવેન્ટ આજ (1 માર્ચ)થી શરૂ થઈ છે અને 3 માર્ચ સુધી ચાલશે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ માટે દેશ-વિદેશની જાણીતી હસ્તીઓનો જામનગરમાં મેળાવડો જામ્યો છે. ભારત અને વિદેશના તમામ સ્ટાર્સ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે સજ્જ જોવા મળી રહ્યા છે. અંબાણી પરિવારે પણ આ ત્રણ દિવસની ઇવેન્ટમાં દરરોજ અલગ અલગ થીમ રાખી છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશન ઈવેન્ટમાં એક પરફોર્મન્સ ખૂબ જ ખાસ હશે. જેમાં વરરાજાના માતા-પિતા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખાસ પરફોર્મન્સ આપતા જોવા મળશે. આ ડાન્સના રિહર્સલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ડાન્સ રિહર્સલનો વીડિયો થયો વાયરલ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ડાન્સ રિહર્સલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં મુકેશ અને નીતા અંબાણીને પરફોર્મન્સની તૈયારી કરતા જોઈ શકાય છે. જેમાં મુકેશ અને નીતા અંબાણીને રાજ કપૂર અને નરગીસની સુપરહિટ ફિલ્મ ‘શ્રી 420’ ના પ્રખ્યાત ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ’ પર લિપ-સિંક અને ડાન્સ કરતા જોઈ શકાય છે.

વીડિયોમાં મુકેશ અને નીતા અંબાણીનો લૂક ખાસ છે

આ વીડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો લૂક પણ ખાસ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નીતા અંબાણી સાડી પહેરેલા જોવા મળે છે જ્યારે મુકેશ અંબાણી સૂટમાં જોવા મળે છે. બંને એકસાથે આ વીડીયોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને સાથે કેટલીક રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળે છે.

જામનગરમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોનો મેળો જામ્યો

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપનારા સ્ટાર્સની યાદી ઘણી લાંબી છે. આ ફંક્શનમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર,અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ પહોંચી ગયા છે. આ સિવાય કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન સહિત મનોરંજન અને રમત જગતની અન્ય ઘણી હસ્તીઓ તેમના પરિવારો સાથે આ ફંક્શનમાં હાજરી આપશે.

આ સમાચાર પણ વાંચો : તમાકુના વેપારીના ઘરે આવકવેરાના દરોડા, 16 કરોડની રોલ્સ રોયસ સહિત કરોડોની રોકડ જપ્ત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top