Online Scam

ઓનલાઈન ક્લાસમાં એડમિશન લેતા લાગ્યો 64 લાખ રૂપિયાનો ચૂનો, જાણો કેવી રીતે

વિશાખાપટ્ટનમ: દેશમાં દરરોજ અવનવી યુક્તિ અજમાવીને ફ્રોડ કરવાના મામલા સામે આવી રહ્યા છે. ક્યારેક રોકાણના નામે તો ક્યારેક કસ્ટમર કેરના નામે. હવે ફ્રોડની નવી પદ્ધતિ સામે આવી છે. એક વ્યક્તિને ઓનલાઈન ક્લાસમાં એડમિશન લેવું મોંઘું પડી ગયું છે. પોતાની સાથે આવી છેતરપિંડી થશે તેવું તેને ક્યારેય વિચાર્યું નહોતું. આ વ્યક્તિને 64 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે.

પીડિત સાથે શું થયું?
ઓનલાઈન ફ્રોડનો આ મામલો વિશાલાક્ષીનગર (વિશાખાપટ્ટનમ)માં નોંધાયો છે અને આ છેતરપિંડી વૉટ્સઅપના માધ્યમથી કરવામાં આવી છે. મળતા અહેવાળો મુજબ સ્ટોક એક્સ્ચેન્જના નામે એક વૉટ્સઅપ ગ્રૂપમાં સભ્ય હતો અને તેને એ જ ગ્રૂપથી સ્ટોક માર્કેટમાં સર્ટિફિકેશન અને ટ્રેનિંગના ક્લાસ માટે અન્ય ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો.

આ દરમિયાન પીડિત સાથે સિક્યુરિટીના નામે નાણાં માંગવામાં આવ્યા અને રોકાણ પણ એવું કહીને કરાવવામાં આવ્યું કે ડબલ રિટર્ન મળશે. લગભગ 60 લાખ રૂપિયાનું રોકાણ કર્યા બાદ પીડિતને અંદાજો આવ્યો કે તેની સાથે ઠગાઈ થઈ છે. ત્યારબાદ એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો પણ ફ્રોડનો શિકાર બની રહ્યા છે
સરકાર તમામ મીડિયાના મધ્યમોથી દેશની જનતાને સ્કેમ એટલે કે છેતરપિંડી વિષે સચેત કરતી રહે છે પરંતુ લોકો આ બાબતને ગંભીરતાથી લેતા જ નથી. પહેલા ઓછું ભણેલા લોકો સ્કેમનો શિકાર થતાં હતા, પરંતુ ઓનલાઇનની દુનિયામાં ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો પણ શિકાર બની રહ્યા છે. સરકાર વારંવાર કહી રહી છે કે કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક ન કરો અને કોઈ એપને ફોનમાં ડાઉનલોડ ન કરો. પૈસાનું રોકાણ કરવાની ભૂલ ન કરો. પરંતુ લોકો સરકારની વાતોથી આંખ આડા કાન કરીને અને પછી સ્કેમનો શિકાર બની રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top