75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા : પીએમ મોદી

વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા સાબરમતી ડી કેબીન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સાબરમતી ડી કેબીન ખાતે વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કર્યુ હતુ. અહીંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. પીએમ મોદીએ વિકાસકાર્યોને દેશને સમર્પિત કરીને સંબોધન પણ કર્યુ હતુ જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેનાઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘જો હું વર્ષ 2024ની જ વાત કરું તો આ 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. તેમાંથી આજે દેશને 85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે.

પીએમ મોદીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમના પુન:નિર્માણ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો. PM મોદીએ 1200 કરોડના ખર્ચે તૈયાર થનારા ગાંધી આશ્રમના માસ્ટર પ્લાનને નિહાળ્યો હતો, બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું.

મહત્વનું છે કે ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. PM મોદી અમદાવાદના તમામ કાર્યક્રમો પતાવીને રાજસ્થાન જવા રવાના થયા હતા.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો રાજ્યની 7 બેઠક પર કોણ ક્યાંથી લડશે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top