કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના MLA અર્જુન મોઢવાડીયાએ આપ્યું રાજીનામું, અમરીશ ડેર પછી એક જ દિવસમાં કોંગ્રેસને બીજો ઝટકો

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક વીકેટો પડી રહી છે. આજે અમરીશ ડેર બાદ એક જ દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ઝટકો લાગ્યો છે. રાજુલાના પૂર્વ MLA તેમજ મજબુત નેતા અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દીધું છે. અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું રાજીનામુ સુપરત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયાના રાજીનામાંની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી જે આજે સાચી સાબીત થઇ છે. આ મહિનામાં જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે ત્યારે કોંગ્રેસના બંને નેતાઓએ પક્ષને રામ રામ કરવાનો નિર્ણય લીધો છે.

અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. છેલ્લા ઘણા સમયથી સી.આર.પાટીલ અંબરીશ ડેરના ભાજપ પ્રવેશ માટે પ્રયત્નશીલ હતા અને આજે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાત સમયે ભરત ડાંગર, માયાભાઇ આહીર સહિતના આહીર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

અંબરીશ ડેરની ગણના કોંગ્રેસના મજબુત નેતાઓમાં થાય છે. તેઓ વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી હીરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા, બીજી તરફ વર્ષ 2022ની ચૂંટણીમાં તેમનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top