જાણો રસમલાઈની રેસીપી, વિશ્વની ટોપ 10 મીઠાઈઓમાં બીજા ક્રમે ધરાવે છે સ્થાન

કૂકિંગ માસ્ટર્સના કહેવા પ્રમાણે રસમલાઇ સૌ પ્રથમ બંગાળ પ્રદેશમાં બની હશે તેવું મનાય છે. દુર્ગા પૂજા, હોળી, દિવાળી, લગ્નપ્રસંગ જેવા ઉત્સવોમાં પણ રસમલાઈનું વિશેષ સ્થાન સ્થાન જોવા મળે છે. અને હવે તો વિશ્વની ટોપ 10 મીઠાઈઓમાં રસમલાઈને બીજા ક્રમે સ્થાન મળ્યું છે. તો તો તેની રેસીપી જાણવી જ જોઈએ.

રસમલાઈ માટે જોઈતી સામગ્રી:
પનીરની ટિક્કી બનાવવા માટે:
૧ લીટર દૂધ
૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ અને ૧/૨ કપ ખાંડ
૪ કપ પાણી

રબડી બનાવવા માટે:
૧ લીટર દૂધ
૩ ટેબલસ્પૂન ખાંડ
૧ ટીસ્પૂન કોર્ન સ્ટાર્ચ, વૈકલ્પિક
૧૦-૧૨ કેસરના તાંતણા, વૈકલ્પિક
૧/૪ ટીસ્પૂન લીલી એલચીનો પાઉડર, વૈકલ્પિક
૨-૩ ટેબલસ્પૂન કાપેલા પિસ્તા

રસમલાઈ બનાવવાની રીત:

ઓછા સમયમાં રસમલાઈ બનાવવી હોય તો રેડીમેડ રસગુલ્લાનો ઉપયોગ કરી શકાય અને રબડી બનાવવા માટે કંડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કરવો.
રેડીમેડ રસગુલ્લા લઈ એક એક રસગુલ્લાને બે ચમચાની વચ્ચે હલ્કા દબાવીને વધારાની ચાસણી કાઢી નાખોં.
રબડી બનાવવા માટે ૧/૨ કપ કંડેન્સ્ડ મિલ્ક, ૨ કપ દૂધ અને ૧૦-૧૨ કેસરના તાંતણાને એક કડાઈમાં ઘટ્ટ અને ક્રીમી થાય ત્યાં સુધી ઉકાળો.
તેમાં ચાસણી કાઢેલા રસગુલ્લા અને ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પિસ્તા નાખોં અને ૫ મિનિટ સુધી પકવો. જટપટ રસમલાઈ તૈયાર છે.

જો બહારથી તૈયાર રસગુલ્લા ન લાવવા હોય તો ઘરે જ રસગુલ્લા બનાવીને રસમલાઈનો સ્વાદ માણો. જાણો આખી રીત.

સમગ્ર રીત:

  1. એક લીટર દૂધ અને 2 ટીસ્પૂન લીંબુના રસનો ઉપયોગ કરીને તાજું પનીર (છૈના) બનાવો. એક સાફ મલમલના કપડાંમાં છૈના બાંધી દો. વધારાનું પાણી કાઢવા માટે તેને હલ્કું હાથથી નિચોવી લો અને ૩૦-૪૫ મિનિટ માટે કોઈ હુક અથવા નળ પર લટકાવો.
  2. લગભગ ૩૦ મિનિટ પછી, છૈનાને ખોલો અને મલમલના કપડાંમાંથી તેને એક થાળીમાં કાઢો. છૈના થોડું સૂકું અને થોડું ભીનું હોવું જોઈએ. જો તે બહુ વધારે ભીનું હોય તો રસમલાઇ પકવવાના સમયે તૂટી જશે. ભીનાશને દૂર કરવા માટે તેને પેપર નેપકીનની વચ્ચે ધીમેથી દબાવો જેથી ભીનાશ ઓછી થઈ જાય.
  3. આ માવો ૫-૮ મિનિટ સુધી લોટની જેમ હાથથી મસળો. આ મિશ્રણમાંથી ચીકણાશ નીકળવા લાગે અને તમારી હથેળી ચીકણી થવા લાગે ત્યારે મસળવાનું બંધ કરી દો.

આ લોટ જેવા મિશ્રણથી નાના બોલ્સ બનાવો. હવે તપેલીમાં 4 કપ પાણી અને 1 અને 1/2 કપ ખાંડ નાખી તેને મધ્યમ આંચ પર ઉકાળો. જ્યારે ખાંડ ઓગળી જાય અને ચાસણી ઉકળવા લાગે ત્યારે ધીમેથી એક એક કરીને બધા બોલ્સ ચાસણીમાં નાખી દો. તૈયાર રસગુલ્લા ઠંડા થયા પછી તેને હળવા હાથે દબાવીને વધારાની ચાસણી કાઢી દો.

રબડી બનાવવાની પદ્ધતિ:
એક કડાઈમાં 1 લિટર દૂધને મધ્યમ આંચે ઉકળવા મૂકો. ઝીણો ઉભરો આવતા તેમા કેસર નાખો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે તેમાં ૧ ટીસ્પૂન કોર્ન સ્ટાર્ચને ૧ ટેબલસ્પૂન પાણીમાં ગાંઠ ન રહે તેવી રીતે મિક્ષ કરીને એક મિશ્રણ તૈયાર કરો. ઉકળતા દૂધમાં ૩-ટેબલસ્પૂન ખાંડ, કોર્ન સ્ટાર્ચ-પાણીનું મિશ્રણ અને ૧/૪ ટીસ્પૂન એલચીનો પાઉડર નાખોં. ગેસની આંચને મધ્યમ કરીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ૩-૪ મિનિટ માટે ચમચાથી હલાવીને પકવો. હવે તેમાં ચાસણી કાઢેલી ટિક્કી નાખી છેલ્લે પિસ્તાથી ગાર્નિશ કરો. ઠંડુ કરીને પીરસો.

આ સમાચાર પણ વાંચો: જો તમે હોળી પર મહેમાનોને ઈમ્પ્રેસ કરવા માંગો છો, તો અત્યારથી જ તૈયાર કરીને રાખો આ ઠંડાઈ પાઉડર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top