આ ટિપ્સ અજમાવશો તો દાઝી ગયેલ ભાગનો ડાઘ ઝડપથી દૂર થઈ જશે

કામ કરતી વખતે અથવા અન્ય કોઈ કારણોસર વ્યક્તિ દાઝી જતી હોય છે અને દાઝેલા ભાગ પર ડાઘ રહી જતાં હોય છે. ઘણા લોકોને દાઝવાના ડાઘ પસંદ નથી હોતા તેથી ડાઘ દૂર થઈ જય તે માટે વિવિધ પ્રકારની કેમિકલ યુક્ત ક્રીમ અને દવાઓ લગાવતા હોય છે. પણ તેનું યોગ્ય રિઝલ્ટ જોવા મળતું નથી. ચાલો જાણીએ ઘર ગથ્થુ ઉપચારથી કેવી રીતે દાઝી ગયેલી જગ્યાના ડાઘ દૂર કરી શકાય.

દાઝી જવાથી ચામડીના કોષ મરી જવાથી તે ભાગની ચામડી ખેચાઈ જતો હોય છે. ઉપરાંત કાળા અથવા બ્રાઉન રંગના ડાઘ રહી જતાં હોય છે. દરેક વ્યક્તિ આ નિશાન જલ્દીથી દૂર થઈ જાય તે માટે અવારનવાર પ્રયત્ન કરતી હોય છે. આ માટે ઘર ગથ્થુ ઉપચાર ખૂબ જ કામમાં આવી શકે છે.

પ્રાથમિક સારવાર
જો દાઝી જવાના ટૂંક જ સમયમાં યોગ્ય પ્રાથમિક સારવાર લેવામાં આવે તો ડાઘ પડતાં આટકાવી શકાય છે. આ માટે જએ ભાગ દાઝી ગયો છે તેના પર તરત જ ઠંડુ પાણી નાખવું જોઈએ. બલતરાથી રાહત મેળવવા માટે કપડામાં બરફ મૂકીને તે ભાગ પર હળવા હાથે સેક કરવો જોઈએ.

મધ
મધ કુદરતી મોઈશ્ચરાઇઝરનું કામ કરે છે. તેનાથી દહી ગયેલી ચામડી પર ડાઘને રોકવા અને ચામડી ખેચાઈ જવાથી રોકવામાં મદદ મળે છે.

એલોવેરા
એલોવેરા ઘણી બધી રીતે લાભદાયક ઔષધિ છે. એલોવેરનું જેલ દાઝી ગયેલા ભાગ પર નિયમિત પણે લગાડવાથી ડાઘ દૂર થાય છે. એલોવેરના જેલની ડાઘ પર દરરોજ 15 થી 20 મિનિટ માલિશ પણ કરી શકાય છે. માલિશ કર્યાના થોડા સમયબાદ તેને પાણીથી ધોઈ લેવું જોઈએ.

એગ વ્હાઇટ
એગ વ્હાઇટમાં એમીનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી દાઝી ગયેલા ભાગ પર પડી જતી કરચલીઓ અને ડાઘનો નિશાન પણ દૂર થાય છે.

લીંબુ, હળદર અને ચણાનો લોટ
લીંબુમાં એસીડીક તત્વો હોય છે. જેના લીધે દાઝી ગયેલા ભાગના મૃત કોષોનો દૂર કરવામાં મદદ મળે છે. હળદર ત્વચાને ચમક આપવામાં અને ત્વચાને ગોરી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ચણાનો લોટ ચામડી માટે સ્ક્રબ જેવુ કામ કરે છે જેથી મૃત કોષો દૂર થઈને નવા કોષો આવવાથી ચામડી પરનો ડાઘ દૂર થાય છે.

જો નિયમિતપણે ઉપર આપેલ નુસખા અપનાવવામાં આવે તો ડાઘ તો દૂર થાય જ છે પરંતુ ત્વચા ગોરી અને કોમળ પં થાય છે. આ ઉપરાંત લીંબુ, હળદર અને ચણાના લોટના મિશ્રણથી સ્કીન ટેન પણ દૂર થાય છે.

આ સમાચાર પણ વાંચો: દુખાવો થશે દૂર, હડકાંને મજબૂત બનાવવા માટે અજમાવો આ હેલ્થ ટીપ્સ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top