એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામમાં નોંધાઈ FIR, જાણો ક્યા કેસમાં ફસાયો છે પ્રખ્યાત યુટ્યુબર?

ગુરુગ્રામઃ બિગ બોસ ઓટીટી જીતીને લાઇમલાઇટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ કોઇને કોઇ વિવાદો સાથે સંકળાયેલું રહે છે. સાપોની દાણચોરી અને તેના ઝેરની પાર્ટી કરવા અંગેની તેની મુસીબતો માંથી તે હજુ બહાર નિકળ્યો નથી હજુ શમી નહોતી. હવે તેની સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં એલ્વિશ યાદવ સામે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ FIR નોંધવામાં આવી છે.

જાણો સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સાગર ઠાકુર (મેક્સટર્ન) એ સોશિયલ મીડિયા પર એલ્વિશ યાદવ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી પર એલ્વિશ યાદવે યુટ્યુબરને ધમકીભર્યા અવાજે કહ્યું, ‘તમે ફક્ત દિલ્હીમાં રહો છો’. આ પછી બંને યુટ્યુબર્સ ગુરુગ્રામની એક દુકાનમાં મળ્યા હતા. એલ્વિશ અહીં આવતાની સાથે જ તેણે સાગર ઠાકુરને મારવાનું શરૂ કરી દીધું હતું. આનો એક વીડિયો પણ શુક્રવારે સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એલ્વિશ પોતાની સાથે ઘણા લોકોને લાવ્યો હતો

આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે એલ્વિશ પોતાની સાથે ઘણા લોકોને લાવ્યો હતો. એલ્વિશ દુકાનમાં પ્રવેશતાની સાથે જ સાગર ઠાકુરને થપ્પડ અને મુક્કા મારવા લાગ્યો હતો. આ દરમિયાન તેની સાથે રહેલા લોકોએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ એલ્વિશ રોકાયો નહોંતો. યુટ્યુબર સાગર ઠાકુરે આ મારામારીનો સમગ્ર વીડિયો શેર કર્યો છે. જ્યારથી આ વિડિયો સામે આવ્યો છે ત્યારથી એલ્વિશ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

સેક્ટર 53માં FIR નોંધાઈ

હવે આ મામલે ગુરુગ્રામના સેક્ટર 53માં સાગર ઠાકુર દ્વારા FIR નોંધવામાં આવી છે. પોલીસે એલ્વિશ વિરુદ્ધ IPC 147, 149, 323, 506 હેઠળ કેસ નોંધ્યો છે. આ પહેલા રાજસ્થાનના જયપુરમાં પણ એલવીશે રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને થપ્પડ મારી હતી. એલ્વિશ રેસ્ટોરન્ટમાં ખુરશી પર બેઠેલા માણસને થપ્પડ મારે છે. આટલું જ નહીં, થપ્પડ માર્યા બાદ અટક્યો નહોંતો અને વારંવાર તેમને થપ્પડો મારી હતી.

આ સમાચાર પણ વાંચો : રિપોર્ટ: ફેબ્રુઆરીમાં શાકાહારી થાળીમાં 7% વધારો થયો હતો, ડુંગળીના 29% અને ટામેટાના 38% ભાવ વધ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top