સિંગર મલ્લિકા રાજપૂતનું મોત, શંકાસ્પદ સંજોગોમાં પંખા પર લટકતો હતો મૃતદેહ, પરિવારમાં છવાયો સન્નાટો

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂત તેના સુલતાનપુરના ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, 13 ફેબ્રુઆરીએ મલ્લિકા રાજપૂતનો મૉતદેહ તેના ઘરના રૂમમાં પંખા પર લટકતો જોવા મળી આવ્યો હતો. દીકરીના મોતથી ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો.

માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મલ્લિકા રાજપૂતની માતા સુમિત્રા સિંહે કહ્યું કે, અમે સૂતા હતા, કંઈ ખબર જ ન પડી.પહેલા દરવાજો બંધ હતો ત્યારબાદ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખુલ્યો નહીં અને અંદર લાઈટ ચાલુ હતી. અમે ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ દરવાજો ખોલી શક્યા નહીં. અંતે અમે દરવાજો ખખડાવ્યો તો જોયું કે અમારી દીકરીનો મૃતદેહ લટકતો હતો. અમે અમારા પતિને બોલાવ્યા અને અમારા છોકરાઓને બોલાવ્યા પણ ત્યાં સુધી તેનું મરી ગઈ હતી.

35 વર્ષની મલ્લિકા રાજપૂત સિંગર અને એક્ટ્રેસ પણ હતી. તેણે 2014માં રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ ‘રિવોલ્વર રાની’માં કામ કર્યું હતું. આ ક્રાઈમ કોમેડી ફિલ્મમાં મલ્લિકાએ સહાયક ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે સિંગર શાનનાં ગીત યારા તુઝેના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. મલ્લિકા રાજપૂત 2016માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. જોકે, બે વર્ષ પછી તેણે પોતાની જાતને રાજકારણથી દૂર કરી દીધી.

પોતાની ફિલ્મ અને રાજકીય કારકિર્દીના ફ્લોપ પછી મલ્લિકા રાજપૂતે આધ્યાત્મિકતાના માર્ગે પ્રયાણ કર્યું. વર્ષ 2022માં તેણી ઉત્તર પ્રદેશના ભારતીય સવર્ણ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ચૂંટાઈ. મલ્લિકા એક પ્રશિક્ષિત કથક ડાન્સર પણ હતી. તેણીએ જાતે ગઝલ લખવાનું પણ શરૂ કર્યું, જે તે વિવિધ કવિ સંમેલનોમાં રજૂ કરતી હતી.

રિપોર્ટ્સ અનુસાર મલ્લિકા રાજપૂત પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેણીએ ચાર વર્ષ પહેલા પ્રદીપ શિંદે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાયકના લગ્ન જીવનમાં સમસ્યાઓ હતી.મલ્લિકા રાજપૂતનો પરિવાર આકસ્મિક મૃત્યુથી શોકમાં છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ શોકની લહેર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top