બોલિવૂડમાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, ‘દંગલ’ ગર્લ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે દુઃખદ નિધન

મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાનની હિટ ફિલ્મ ‘દંગલ’માં નાની બબીતા ફોગટનો રોલ કરનાર ચાઈલ્ડ એકટ્રેસ સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાનીએ માત્ર 19 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાની છેલ્લા બે મહિનાથી બીમાર હતી અને તેનું 16 ફેબ્રુઆરી 2024ના રોજ નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.દંગલમાં સુહાનીને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી. આ પછી અભિનેત્રી ઘણી કોમર્શિયલ જાહેરાતોમાં જોવા મળી હતી. પરંતુ અભ્યાસ માટે તેણે એક્ટિંગ છોડી દીધી હતી અને અભ્યાસ પૂરો કર્યા બાદ તે ફરીથી અભિનય ક્ષેત્રે આવવાનું વિચારી રહી હતી પરંતુ તેનું સપનું અધૂરું રહ્યું.

શું હતી સુહાનીની બીમારી?

19 વર્ષની ઉંમરમાં સુહાનીનું અવસાન બધા માટે ચોંકાવનારું છે. અભિનેત્રીનું નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અવસાન થયું. સુહાનીને ગયા મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા સાથે વાત કરતા સુહાનીના પિતાએ જણાવ્યું કે 2 મહિના પહેલા એક્ટ્રેસના સામેના હાથમાં સોજો આવવા લાગ્યો હતો. જેને બધાએ સામાન્ય ગણ્યો હતો પરંતુ બાદમાં તેના બીજા હાથમાં અને પછી આખા શરીરમાં સોજો વધી ગયો હતો. ત્યારબાદ ઘણા ડૉક્ટરોની સલાહ લેવામાં આવી, પરંતુ કોઈ ડૉક્ટર રોગને ઓળખી શક્યા નહોંતા. લગભગ 11 દિવસ પહેલા, ગયા મંગળવારે સુહાનીને એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેના પરીક્ષણો કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે સુહાની ડર્મેટોમાયોસાઇટિસ નામની બીમારીથી પીડિત છે. જે ખૂબ જ રેર ડીસીઝની શ્રેણીમાં આવે છે. આ રોગની એકમાત્ર સારવાર સ્ટીરોઇડ્સ છે આથી ત્યારબાદ તેને સીટેરોઇડ્સ આપવામાં આવ્યા, જેના કારણે તેના શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ પર અસર પડી અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ.”

સુહાનીના પિતાએ જણાવ્યું કે, ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ બીમારીમાંથી સાજા થવામાં ઘણો સમય લાગે છે, પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે સુહાનીને હોસ્પિટલમાં ચેપ લાગ્યો હતો. તેના ફેફસા નબળા પડી હોવાથી તેમાં પાણી ભરાઈ ગયું અને તેના માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો. ગઈકાલે સાંજે સુહાનીએ અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું. સુહાનીની માતાએ કહ્યું કે તેમને તેમની પુત્રી પર ખૂબ ગર્વ છે. તે બાળપણથી જ મોડેલિંગ કરતી હતી. તેને ‘દંગલ’ માટે 25 હજાર બાળકોમાંથી પસંદ કરવામાં આવી હતી. હાલમાં તે માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનો કોર્સ કરી રહી હતી અને બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top