22 વર્ષની આ યુવતીએ વર્ષોથી નાહી નથી, પાણીને અડતા જ થાય છે આવી હાલત!

આ દુનિયા ચિત્ર વિચિત્ર લોકોથી ભરેલી છે, જેમના કારનામાઓ જાણીને તમે ચોંકી જશો. જેમાંથી કેટલાક લોકો મજબૂરીમાં આવું કરતા હોય છે જ્યારે કેટલાક લોકો જાણી જોઈને આવા કામ કરે છે જેથી તેઓ ફેમસ થઇ શકે. આજે આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે એક 22 વર્ષની છોકરી છે જેને નાહવાની એલર્જી છે. પાણીને સ્પર્શ કરતાની સાથે તેની હાલત બગડી જાય છે. આવો જાણીએ આ એલર્જી વિશે અને એ પણ જાણીએ કે આવી સ્થિતિમાં આ છોકરી શું કરે છે.

12 વર્ષની ઉંમરે નિદાન થયું

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, અમેરિકાના સાઉથ કેરોલિનાની એક 22 વર્ષની આ મહિલા ગંભીર સમસ્યાથી પીડિત છે. જ્યારે તેને શરીરમાં કંઈક અસ્વસ્થતા જેવું લાગ્યું ત્યારે તે ડોકટર પાસે ગઇ. આ સમયે તેને પહેલી વખત પોતાની આ સમસ્યા અંગે ખબર પડી હતી. .

આ યુવતીનેશું સમસ્યા છે?

હકિકતે, સાઉથ કેરોલિનાના મોન્ટેફુસ્કો એક એવી સમસ્યાથી પીડિત છે જેમાં જ્યારે તે સ્નાન કરે છે, ત્યારે તેને તેના શરીર પર ભારે ખંજવાળ આવે છે અને નાની ફોલ્લીઓ નીકળે છે. મોન્ટેફુસ્કોએ જણાવ્યું કે જ્યારે તે નહાતી વખતે અથવા અન્ય કોઈ રીતે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે તેની ત્વચામાં ખૂબ જ ખંજવાળ આવે છે અને તે ધીમે-ધીમે વધવા લાગે છે. હવા, સ્ક્રબિંગ અને શેવિંગના સંપર્કમાં આવતાની સાથે જ આ સમસ્યા વધી જાય છે.

આવા સંજોગોમાં પોતાને કેવી રીતે સ્વચ્છ રાખે છે?

મોન્ટેફુસ્કોએ જણાવ્યું કે તેને ન નહાવાનો ભારે અફસોસ છે પરંતુ તેને આવું કરવાની ફરજ પડી રહી છે. છતાં પોતાને સ્વચ્છ રાખવા માટે તે ડ્રાય શેમ્પુ અને બોડી વાઇપ્સનો ઉપયોગ કરે છે.

સોશિયલ મીડિયામાંથી મદદ મળી

મોન્ટેફસ્કોએ જણાવ્યું કે જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તેની સમસ્યા વિશે સર્ચ કર્યું તો તેને અન્ય લોકો વિશે ખબર પડી જેમને પણ પાણીથી એલર્જી છે અને તેઓએ પણ લાંબા સમયથી સ્નાન કર્યું નથી. આ જાણ્યા પછી તેને એવું લાગ્યું કે હું પોતે જ આ બિમારીથી પીડીત નથી. અત્યાર સુધીમાં મેડિકલ લિટરેચરમાં આવી સમસ્યાના ફક્ત 37 કેસો જ નોંધાયા છે. આશ્વર્યની બાબત એ છે કે આ બિમારીનો કોઇ ઇલાજ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top