TMKOC: તારક મહેતાની સોનુ કરશે લગ્ન: બાળપણનો મિત્ર બનશે લાઈફ પાર્ટનર

સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ એટલે કે ઝીલ મહેતા અને આદિત્ય છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ આ વર્ષે લગ્ન કરી લેશે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. ઝીલ ગુજરાતી છે જ્યારે આદિત્ય ઉત્તર ભારતનો બ્રાહ્મણ છે. જેથી તેમના લગ્ન બે રીતરિવાજ અને પરંપરા અનુસાર થઈ શકે છે. આ ભવ્ય લગ્નમાં જોરદાર ડાન્સ કાર્યક્રમની પણ તૈયારી ચાલી રહી છે. ઝીલ મહેતાએ જણાવ્યું કે તે અને આદિત્યના પરિવારજનો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે, પરંતુ સંબંધોને લઈને ખચકાટ હતો. ઝીલના માતા-પિતા ઇચ્છતા હતા કે, તેમની પુત્રી તેમના જ સમાજમાં લગ્ન કરે, પરંતુ પાછળથી તે સંમત થયા અને હવે આદિત્યને જમાઈ કરતાં પુત્ર તરીકે વધુ માને છે.

સોશિયલ મીડિયા પર હાલમાં જ પોસ્ટ કર્યો હતો પ્રપોઝ કરતો વિડીયો

ઝીલ મહેતાએ ટૂંક સમય પહેલા જ તેના ઈન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર આદિત્યએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું તેનો વિડીઓ શેર કર્યો હતો. જેમાં ઝીલની આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. ઝીલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે ‘ ખુશીના આંસુ. જ્યારે મારા જીવનના પ્રેમએ મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે હું ખુશીના મારે રડવા લાગી હતી’

એકબીજાને કોલેજ સમયથી ડેટ કરી રહ્યા હતા

આ દરમિાયન ઝીલ મહેતાએ એવું પણ કહ્યું છે કે, ‘હું અને આદિત્ય કૉલેજના દિવસોથી ડેટ કરી રહ્યા હતા. ઝીલ મહેતા અને આદિત્યની સગાઈ વર્ષ 2023માં થઈ હતી.’ કારકિર્દી વિશે વાત કરીએ તો ઝીલ મહેતા હવે મેકઅપ આર્ટિસ્ટ છે અને પોતાનો પાર્લર અને મેકઅપ ટ્યુટોરિયલ બિઝનેસ છે. તેણે ઘણાં વર્ષો પહેલા અભ્યાસના કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું. તે લગભગ પાંચ વર્ષ સુધી આ શૉ સાથે જોડાયેલી હતી.

આ સમાચાર પણ: Munmun Dutta Engagement: ટપ્પુ સાથે સગાઈના સમાચારને નકારી કાઢ્યા બાદ ‘બબીતાજી’એ શેર કરી પોસ્ટ, લખ્યું -‘હું મારી બેસ્ટ જિંદગી જીવી રહી છું’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top