આજે NO સ્મોકીંગ ડે : ગુજરાતમાં 10માંથી 3 વ્‍યકિતને દરરોજ સ્‍મોકિંગ કરવાની કુટેવ

દર વર્ષે આજના દિવસને ‘નો સ્મોકીંગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ધ્રુમપાનથી થતાં નુકસાન અંગે જાગૃતિ આવે તેના માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાંથી 10માંથી સરેરાશ 3 વ્‍યકિત દરરોજ સ્‍મોકિંગ કરવાની કુટેવ ધરાવે છે.

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે અનુસાર ગુજરાતમાંથી શહેરી વિસ્‍તારમાં 25.8 ટકા જ્યારે ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી 39.3 ટકા લોકો દરરોજ ધુમ્રપાન કરવાની ટેવ ધરાવે છે. આમ રાજ્‍યમાં દરરોજ સ્‍મોકિંગ કરનારાનું પ્રમાણ 33.5 ટકા છે. આ સર્વે અનુસાર શહેરી વિસ્‍તારમાંથી 2.9 ટકા, ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી 3.9 ટકા અને સરેરાશ 3.5 ટકા સપ્‍તાહમાં એકાદ વાર સ્‍મોકિંગ કરી લે છે. આ સિવાય શહેરી વિસ્‍તારમાંથી 1.1 ટકા, ગ્રામ્‍યમાંથી 1.2 ટકા અને સરેરાશ 1.2 ટકા લોકો મહિનામાં એકાદ વખત સ્‍મોકિંગ કરી લેતા હોવાનું સામે આવ્‍યુ છે. જેમણે ક્‍યારેય સ્‍મોકિંગ કર્યું ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા છે. જેમાં શહેરી વિસ્‍તારમાંથી 69.5 ટકા અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી 54.70 ટકા લોકો એવા છે જેઓએ કયારેય સ્‍મોકિંગ કર્યું નથી.

આ હેલ્‍થ સર્વેમાં એવી પણ વિગત સામે આવી છે કે તમાકુનું સેવન કરનારા 38 ટકા પુરૂષ, 9 ટકા મહિલા 15 થી વધુ વયના છે. ડોકટરોના મતે ગુજરાતમાં નોંધાતા કેન્‍સરના કેસમાંથી 43 ટકામાં તમાકુનું સેવન જવાબદાર હોય છે. વર્ષ 2022માં ગુજરાત કેન્‍સર રીસર્સ ઇન્‍સ્‍ટિટયુટ ખાતે નોંધાયેલા કેન્‍સરના કુલ 16,239 કેસમાંથી 7,105માં તમાકુનું સેવન જવાબદાર હોવાનું સામે આવ્‍યુ હતું.

આ સમાચાર પણ વાંચો : અંબાણી માટે સારા સમાચાર : દેવામાં ડુબેલા અનિલ અંબાણીને મળશે 4000 કરોડ, જાણો ક્યાંથી આવશે આટલા બધા રૂપિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top