સરકારે લાલ આંખ કરતાં પ્લે સ્ટોર પર રીસ્ટોર કરવામાં આવી આ એપ્લીકેશનો

ગુગલે તેમના પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સને હટાવવાનો નિર્ણય લીધો હતો. ગુગલના આ નિર્ણયનો પહેલા સ્ટાર્ટઅપ્સના સીઈઓ અને ફાઉન્ડરે વિરોધ કર્યો બાદમાં સરકારે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે ગુગલે શાદી ડોટ કોમ સહીતની ઘણી એપ્સને હટાવવાનો નિર્ણય ફેરવી તોડ્યો હતો. હકિકતે શુક્રવારે સાંજે એવા સમાચાર આવ્યા હતા કે ગુગલે 10 ભારતીય એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો જેમાં Shaadi.com, Naukri.com, 99 acres જેવા નામો સામેલ હતા. ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપરને ચેતવણી આપી હતી.

ત્યારબાદ કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુગલના આ નિર્ણયને લઇને કડક વલણ અપનાવ્યું હતુ અને કહ્યું હતું કે ગુગલને આવું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વિવાદનું નિરાકરણ લાવવા માટે ગુગલ અને એપના માલિકો વચ્ચે એક મીટીંગનું યોજવામાં આવી હતી. પરંતુ આ મીટીંગની પહેલા જ ગુગલે તેનો નિર્ણય પરત ખેંચી લીધો હતો. અશ્વિની વૈષ્ણવે પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ભારતીય અર્થવ્યવસ્થાની ચાવી છે.

શું હતો આખો મામલો ?

મીડિયા અહેવાલો અનુસાર આ મામલો સર્વીસ ફી ન ચુકવવાને લઇને હતો. ત્યારબાદ ગુગલે પ્લેટફોર્મ પરથી આ એપ્સને હટાવવાનો નિર્ણય કર્યો હતો. હકિકતે ઘણા સ્ટાર્ટઅપ્સ એવું ઇચ્છતા હતા કે ગુગલ દ્વારા સર્વીસ ચાર્જ ન લેવામાં આવે આથી તેઓએ તે ચાર્જ ચુકવ્યો નહોંતો. આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.

ગુગલે ટીકાનો સામનો કરવો પડ્યો

ગુગલના આ નિર્ણયની ઘણા લોકોએ ટીકા કરી હતી. કુકુ એફએમના સીઇઓ લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી ગુગલની ટીકા કરી હતી અને ગુગલના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. Naukri.com અને 99acres ના ફાઉન્ડર સંજીવ બિખચંદાણીએ પણ તેમની નારાજગી વ્યકત કરી હતી.

આ એપ્સ પર ગુગલે પગલા લીધા હતા

Google તરફથી કેટલીક એપ્સ સામે પગલા લેવામાં આવ્યા હતા જેમાં Kuku FM, Bharat Matrimony, Shaadi.com, Naukri.com, 99 acres, Truly Madly, Quack Quack, Stage, ALTT (Alt Balaji) અને અન્ય બે એપનો સમાવેશ થતો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top