જાણો મુકેશ અંબાણીના ત્રણેય વેવાઇઓ શું કરે છે અને તેમાંથી કોણ છે સૌથી વધુ ધનવાન?

દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી પહેલાથી જ પરિણીત છે. મુકેશ અંબાણીના ત્રણેય વેવાઇઓ બિઝનેસમેન છે. ઈશાના સસરા અજય પીરામલ દેશના જાણીતા બિઝનેસમેન છે. આકાશ અંબાણીના સસરા અરુણ રસેલ મહેતાનો પણ જ્વેલરીનો મોટો બિઝનેસ છે. જ્યારે અનંત અંબાણીના ભાવિ સસરા એક મોટી ફાર્મા કંપની ચલાવે છે. ત્યારે એ જાણવું રસપ્રદ બની રહેશે કે મુકેશ અંબાણીના ત્રણે વેવાઇઓમાંથી કોની નેટવર્થ સૌથી વધારે છે અને કોણ સૌથી વધારે પૈસાદાર છે.

અજય પીરામલ

મુકેશ અંબાણીના વેવાઇઓમાં અજય પીરામલ સૌથી અમીર છે. મુકેશ અને નિતા અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીના લગ્ન પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. પિરામલ ગ્રુપનો બિઝનેસ ફાર્માથી લઈને હેલ્થ અને ફાઈનાન્સ સેક્ટર સુધી વિસ્તરેલો છે. આ જૂથનો વ્યવસાય વિશ્વના 30 થી વધુ દેશોમાં ફેલાયેલો છે. ફોર્બ્સ અનુસાર, અજય પીરામલની કુલ સંપત્તિ 2.8 અબજ ડોલર એટલે કે લગભગ 2,31,70 કરોડ રૂપિયા છે.

અરુણ રસેલ મહેતા

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે. શ્લોકાના પિતા રસેલ અરુણ મહેતાની ગણતરી પણ દેશના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે. રસેલ મહેતા ડાયમંડ જ્વેલરીની મોટી બ્રાન્ડ રોઝી બ્લુના MD છે. આ કંપનીનો બિઝનેસ 12 દેશોમાં ફેલાયેલો છે. તેમની કુલ સંપત્તિ લગભગ 3 હજાર કરોડ રૂપિયા છે. આ કંપનીના દેશના 26 શહેરોમાં 36થી વધુ સ્ટોર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રસેલ મહેતાની કુલ સંપત્તિ લગભગ 3,000 કરોડ રૂપિયા છે.

વિરેન મર્ચન્ટ

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જામનગરમાં આયોજિત પ્રિ-વેડિંગ સેરેમનીમાં વિશ્વભરની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ ફાર્મા કંપની એન્કોર હેલ્થકેરના સીઈઓ છે. આ ઉપરાંત તે અન્ય ઘણી કંપનીઓમાં પણ ડિરેક્ટર પદે કાર્યરત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી વેલ્યુએબલ કંપની છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 113 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 11મા નંબર પર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 16.8 અબજ ડોલરનો ઉમેરો થયો છે. રિલાયન્સમાં અંબાણી પરિવારનો 42 ટકા હિસ્સો છે અને રિલાયન્સ ગ્રુપનો બિઝનેસ પેટ્રોકેમિકલ્સથી લઈને રિટેલ, ટેલિકોમ અને ગ્રીન એનર્જી સુધી વિસ્તરેલો છે.

આ સમાચાર પણ વાંચો : એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામમાં નોંધાઈ FIR, જાણો ક્યા કેસમાં ફસાયો છે પ્રખ્યાત યુટ્યુબર?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top