Father Son Viral Video

Viral Video: પુત્રને સ્ટેજ પર પર્ફોમન્સ આપતા જોઈ ખુશીથી રડી પડ્યા પિતા, વિડીયો થયો વાયરલ

અમદાવાદ: સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડીયો આપણને ખૂબ જ ભાવુક કરી દેતા હોય છે. હમણાં આવો જ ભાવુક કરી દેતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ના ગીત ‘પાપા મેરી જાન હે તું’ પર એક છોકરો પર્ફોમન્સ આપતો નજરે પડે છે. ભાવુક કરી દેતા આ પર્ફોમન્સે ઘણા લોકોનું દિલ જીતી લીધું છે.

એનિમલ ફિલ્મ તો પિતા-પુત્રના પ્રેમ પર બની છે પરંતુ અસલ જીવનમાં પણ પિતા એ વ્યક્તિ હોય છે જે તેના બાળક જોડે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઢાલ બનીને ઊભા રહે છે. વિડિયોમાં પોતાના છોકરાને પર્ફોમન્સ આપતો જોઈને ભાવુક બની ગયેલા પિતાની આંખમાંથી ખુશી અને ગર્વના આંસુ જોવા મળે છે. આ વિડીયો એક્સ પ્લેટફોર્મ પર @ShoneeKapoor નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ દર્શકોની ભીડમાં ઊભા રહીને પોતાના દીકરાને સ્ટેજ પર પર્ફોમન્સ આપતા જોઈને ભાવુક થઈ જાય છે.

શરૂઆતના વિડીયોમાં પિતા તેના પુત્રને પફોર્મ કરતાં જોઈને રડી પડે છે પરંતુ અચાનક તેમના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે. અને પોતાના પુત્ર માટે તાળીઓ વગાડીને તેને ચીયર કરવા ચીચિયારી પાડવા લાગે છે.

આ વિડિયોને 81 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 12 હજાર લોકોએ વિડિયોને લાઇક કર્યો છે. સૌ કોઈ પિતાનો તેના પુત્ર માટેનો પ્રેમ, તેમનું સ્મિત, રડવું અને પુત્રના પર્ફોમન્સ પર ખૂબ જ ખુશ થઈ જવું જેવી બાબતોની પ્રસંશા કરી રહ્યાં છે.

આ વિડીયો પર ઘણા બધા લોકો કમેંટ કરી રહ્યા છે. એક વ્યક્તિનું કહેવું છે કે એક પિતા આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ અને જવાબદાર વ્યક્તિ હોય છે. જ્યારે અન્ય શખ્સ કહી રહ્યો છે કે પિતા તેમના છોકરાઓ માટે સૌથી મોટા ચીયર લીડર હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top