Loan EMI

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સમયસર લોનના હપ્તા ભરવામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ

મુંબઈ: ઈમાનદારી અને વ્યવસ્થાપન મહિલાઓના સ્વભાવમાં જ હોય છે. એટલે જ મહિલાઓ જ્યારે પણ પૈસા ઉધાર લે છે ત્યારે જવાબદારીપૂર્વક તેની સમયસર ચૂકવણી કરી દે છે. દેશમાં લૉન લેનારી મહિલાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સમયસર લૉનના હપ્તા ભરવામાં પણ મહિલાઓ પુરુષોથી આગળ નીકળી ગઈ છે. એક સર્વેના આંકડાઓમાં સામે આવ્યું છે કે પુરુષોની તુલનામાં મહિલાઓ સમયસર ઈએમઆઈ ચૂકવી દેશે તેની સંભાવના 10% વધુ હોય છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) ના અવસરે ફિનટેક પ્લેટફોર્મ ફાઈબ દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. જેના તારણમાં સામે આવ્યું છે કે મહિલાઓ જ્યારે પણ લૉન લે છે ત્યારે તેને જવાબદારીપૂર્વક ચૂકવે છે. મહિલાઓનો આ સ્વભાવ સારા નાણાકીય વ્યવસ્થાપનને દર્શાવે છે.

મહિલાઓમાં લૉન લેવાના પ્રમાણમાં વધારો
સર્વેમાં અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ગ્રાહકોમાં લોનની માંગ બે ગણા કરતાં પણ વધી ગઈ છે. આ આંકડો 2019માં 18% થી વધીને વર્ષ 2023 અનુસાર 40% થઈ ગયો છે. જ્યારે પુરુષોમાં લૉન લેવાના પ્રમાણમાં 22% ઘટાડો જોવા મળ્યો છે. 2019 માં 82% પુરુષો લૉન લેતા હતા જેની સંખ્યા વર્ષ 2023માં ઘટીને 60% થઈ ગઈ છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો
ઉધાર લેનારી મહિલાઓમાં સૌથી વધારે પ્રમાણ પ્રથમ વાર લૉન લેનારી મહિલાઓનું જોવા મળે છે. જેની ટકાવારી 32% છે. ક્રેડિટ કાર્ડ ધારક મહિલાઓમાં નિયમિત ધોરણે લૉન લેનારી મહિલાઓનું પ્રમાણ 13% નોંધાયું છે. જ્યારે ક્રેડિટ કાર્ડ ન હોય અને અન્ય રીતે લૉન લેતી મહિલાઓની ટકાવારી 18% છે.

નેતૃત્વ ધરાવતા હોદ્દાઓ પર મહિલાઓનો દબદબો વધ્યો
એક અન્ય સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે નેતૃત્વ કરનાર હોદ્દાઓ પર પ્રતિનિધિત્વ કરવામાં મહિલાઓની સંખ્યા વધી છે. આ સર્વેક્ષણ શિક્ષા-પ્રૌદ્યોગિકી સ્ટાર્ટઅપ હીરો વાયર્ડ દ્વારા 2 લાખ મહિલાઓ પર હાથ ધરાયું હતું. જેમાં મહિલાઓને અલગ અલગ ભૂમિકાઓ વિશે સવાલ પૂછાયા હતા.

મહિલાઓ પાસે પુરુષો જેટલી જ સમાન તકો
59% મહિલાઓનું માનવું છે કે આજના સમયમાં સ્ત્રીઓ જોડે પુરુષો જેટલી જ તકો છે. જ્યારે બીજી તરફ 78% મત અનુસાર લોકોએ મહિલા પ્રતિનિધિઓ દ્વારા થતાં લાભનો પણ સ્વીકાર કર્યો છે. તેમનું માનવું છે મહિલાઓ વિવિધતાને પ્રોત્સાહન આપવા અને કાર્યસ્થળના વાતાવરણને સરળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top