અમેરિકામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી કાળજી રાખે, પેપ્સીના પૂર્વ CEO ઈન્દિરા નૂઈએ વિડિયો શેર કર્યો

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક થઈ રહેલા રહસ્યમય મોત વચ્ચે કોર્પોરેટ જગતની શક્તિશાળી હસ્તી અને પેપ્સીના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ એક વિશેષ વિડિયો જાહેર કરીને ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા આવતા પહેલા અમુક બાબતોનુ ધ્યાન રાખવાની સલાહ આપી છે.

ઈન્દિરા નૂઈનો 10 મિનિટનો વિડિયો ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.જેમાં ઈન્દિરા નૂઈ કહે છે કે, ભારતીય છાત્રો સાથે તાજેતરમાં ઘણી કમનસીબ ઘટનાઓ બની છે પણ તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો અને તમારી સુરક્ષા તમારા જ હાથમાં છે.

ઈન્દિરા નૂઈએ વિડિયોમાં કહ્યુ છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ કાયદાનુ પાલન કરવુ જોઈએ, રાત્રે એકલા સૂમસાન જગ્યાઓ પર જવુ જોઈએ નહીં અને ડ્રગ્સ તેમજ બીજા નશીલા પદાર્થોનુ સેવન કરવાથી બચવુ જોઈએ.કારણકે આ પ્રકારની વસ્તુઓ તમારા માટે આફત સર્જતી હોય છે.સાથે સાથે વિદ્યાર્થીઓએ અમેરિકામાં આવતા પહેલા પોતાની યુનિવર્સિટી અને કોર્સની પસંદગીમાં કાળજી રાખવાની જરુર છે.અમેરિકામાં આવ્યા બાદ શરુઆતના કેટલાક મહિના સુધી સાવધાની રાખવાની જરુર છે.મિત્રો બનાવવામાં પણ ધ્યાન રાખવુ જોઈએ અને કોઈ પણ પ્રકારની નવી ટેવ પાડતા પહેલા બે વખત વિચારવુ જોઈએ.કારણકે ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં આવ્યા બાદ આઝાદી મળે છે અને તેમાં વિદ્યાર્થીઓ રસ્તો ભટકી જાય અને ડ્રગ્સના રવાડે ચઢી જાય તેવી શક્યતાઓ રહેતી હોય છે.

કાયદાનું પાલન કરવા કરી અપીલ

તેમણે આગળ વિડિયો સંદેશમાં કહ્યુ છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ વિઝાના નિયમોનુ પાલન કરવુ જોઈએ અને કોઈ કાયદાનુ ઉલ્લંઘન કરવુ જોઈએ નહી.આ વિડિયો રેકોર્ડ કરવા પાછળનો મારો હેતુ એ જ છે કે, હું અમેરિકા આવવા માંગતા અથવા અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકું.

આ સમાચાર પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતની લોકશાહીમાં ખામી દર્શાવી હતી; મોદી સરકારની તૈયારીઓ શરૂ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top