કેનેડામાં ‘રેઇન ટેક્સ’ની જાહેરાત, લોકો પર આર્થિક બોજો વધશે

ટોરન્ટો : કેનેડામાં રેઈન ટેક્સની જાહેરાત કરાતા લોકોમાં આક્રોશ વધ્યો છે. વરસાદનું જેટલું પાણી ગટરમાં જશે એટલો વધારે ટેક્સ લોકોએ ચૂકવવો પડશે. કેનેડાના નાગરિકો હાલ પણ પાણી પર ટેક્સ ચૂકવે છે. એમાં વરસાદી ટેક્સની જાહેરાત થતાં લોકો પર મોટો આર્થિક બોજ વધી જશે. ટેક્સ ક્યારે શરૂ થશે તે બાબતે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ટોરન્ટો, ઓટાવા સહિત કેનેડાના મોટાભાગના શહેરોમાં સ્ટોર્મવોટર મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે. વરસાદનું પાણી ગટરમાં વહી જાય છે, પરંતુ તેનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી રસ્તા પાણીથી ઉભરાઈ જાય છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ચોમાસામાં રસ્તા બ્લોક થઈ જાય છે. વારંવાર આ સ્થિતિ સર્જાતા હવે સરકારે રેઈન ટેક્સ લગાડવાનો નિર્ણય કર્યો છે. જેમના ઘરમાંથી સૌથી વધારે પાણી વહેતું હશે તેમણે વધારે ટેક્સ ચૂકવવો પડશે.

કેનેડામાં લોકો દ્વારા ટેક્સનો વિરોધ

પર્સનલ ટેક્સથી લઈને પ્રોપર્ટી ટેક્સ, પાણીવેરો વગેરે જેવા ટેક્સ કેનેડાના નાગરિકો ચૂકવે છે. એમાં હવે રેઈન ટેક્સનો ઉમેરો થતાં નાગરિકોમાં આક્રોશ છે. જે પાણી જમીનમાં ઉતરી જાય તેના પર ટેક્સ નહીં લાગે. પરંતુ સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમમાં જેટલું પાણી પહોંચશે તેના પર ટેક્સ વસૂલાશે. આ ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવશે તે બાબતે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સંભવતઃ મીટર લગાવાય એવી શક્યતા છે. જે ઘરનું વરસાદી પાણી જમીનમાં ઉતરી જશે કે પાણીના સ્ટોરેજમાં રહેશે તેમને કર નહીં આવે. જે લોકોના ઘરમાંથી પાણી જમીનમાં ઉતરશે નહીં અને સીધું ગટરમાં જશે તેમણે આ ટેક્સ ચૂકવવો પડશે. વિશાળ વિસ્તારમાં ઓછા લોકો રહેતા હોય તેનું શું અને ગીચ વિસ્તારમાં રહેતા હોય તેમને કેટલો ટેક્સ લાગશે? જેવા ઘણા બધા સવાલો ઉઠયા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને IT વિભાગની 1700 કરોડ રૂપિયાની નોટિસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top