રશિયામાં ISISનો આતંકી હુમલો: 150થી વધુ ઘાયલ, 60નાં મોત, મૃતક આંક વધવાની શક્યતા

Russia Attack News | રશિયાના મોસ્કોમાં વિસ્ફોટકનો ઉપયોગ કરીને એક ભયાનક હુમલો કરાયો. ઇસ્લામિક સ્ટેટએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક નિવેદનમાં મોસ્કોમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને તેની અમાક ન્યૂઝ એજન્સી પર નિવેદન પોસ્ટ કરીને હુમલાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આતંકી જૂથે કહ્યું હતું કે તેણે રશિયન રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ ટોળાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

મોસ્કોના મેયરે તેને ‘મોટી દુર્ઘટના’ ગણાવી

હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ હુમલો કરનાર આતંકવાદીઓ કઈ દિશામાં આગળ વધ્યા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને તેને ‘મોટી દુર્ઘટના’ ગણાવીને કહ્યું હતું કે રશિયાની ટોચની તપાસ એજન્સી આ સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી રહી છે. ગઈકાલે 22 માર્ચે થયેલા આ હુમલાને રશિયામાં બે દાયકાનો સૌથી ભયાનક આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ આ આતંકી હુમલાનો કર્યો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલા હુમલા વિશે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આતંકી હુમલાની નિંદા કરી હતી અને આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

અત્યાર સુધી 60થી વધુ લોકોના મોત, મૃતકાંક વધવાની શક્યતા

ક્રેમલિન દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનને હુમલા વિશે સંપૂર્ણ માહિતીની જાણ કરી દેવાઈ છે. રશિયન રોક બેન્ડ પિકનિકના પરફોર્મન્સ માટે ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, ચારથી પાંચ બંદૂકધારીઓ ક્રેકો સિટી કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને ઓટોમેટિક હથિયારોથી લોકોની ભીડ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા. 145થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો. મૃતકાંક વધવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો: આ મની લોન્ડરિંગ શું છે? જેના કારણે અરવિંદ કેજરીવાલને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top