પાક.નો અફઘાન પર હવાઈ હુમલો: એક આતંકી કમાન્ડર સહિત આઠના મોત

પાકિસ્તાન તેની આતંકવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી નથી રહ્યું તેવામાં અન્ય એક ઘટના સામે આવી છે. જેમાં પાકિસ્તાને રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે લગભગ 3 વાગ્યે અમારા ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં એરફોર્સના ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો કર્યો હતો. રહેણાંક વિસ્તારોમાં કરાયેલા બોમ્બમારાથી મોત પામેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થયો છે. અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે જણાવ્યું કે પાકિસ્તાનની આ કાર્યવાહીના ગંભીર પરિણામો આવશે.

શું હતી સમગ્ર ઘટના?

શનિવારે પાકિસ્તાનના નોર્થ વઝીરિસ્તાનમાં આતંકી હુમલો થયો હતો. જેમાં સેનાના બે અધિકારીઓ શહીદ થયા હતા. તેમના અંતિમ સંસ્કારના સમયે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી હાજર હતા. તેમણે કહ્યું હતું- શહીદોના લોહીનો બદલો લેવામાં આવશે. જો આપણા દેશ પર સરહદ પારથી હુમલો થશે તો અમે યોગ્ય જવાબ આપીશું.

શનિવારના હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર ગ્રુપે લીધી હતી. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે આ જૂથ અફઘાનિસ્તાનમાં આશ્રય લે છે અને સરહદ પાર કરીને પાકિસ્તાનમાં હુમલા કરે છે. આ પછી પાકના આતંકીઓ ફરી અફઘાનિસ્તાનના ખોસ્ત વિસ્તારમાં છુપાઈ ગયા.
જો લોકેશનની વાત કરીએ તો અફઘાનિસ્તાનનો પક્તિકા પ્રાંત પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનને અડીને આવેલો છે. જ્યારે ખોસ્ત પ્રાંત ઉત્તર વઝીરિસ્તાનનો સરહદી વિસ્તાર છે.

અફઘાન પર આક્ષેપ કરવાનું બંધ કરવું જોઈએ: તાલિબાનના પ્રવક્તા મુજાહિદ

તાલિબાન સરકારના પ્રવક્તા મુજાહિદે સોશિયલ મીડિયા પર કહ્યું કે પાકિસ્તાન કહી રહ્યું છે કે તેમણે આતંકી અબ્દુલ્લા શાહને નિશાન બનાવવા માટે હુમલો કર્યો. જોકે અબ્દુલ્લા શાહ તો પાકિસ્તાનમાં રહે છે. તાલિબાન આ હુમલાની નિંદા કરે છે. પાકિસ્તાનનો આ હુમલો અફઘાનિસ્તાનની સ્વતંત્રતા પર છે. પાકિસ્તાન હવે અફઘાન પર આક્ષેપ કરવાનું બંધ કરે તો સારું રહેશે. પાકની નિષ્ફળતા માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરાવવું યોગ્ય નથી.
તાજેતરમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કેટલાક અધિકારીઓ કાબુલ ગયા હતા અને ત્યાં તાલિબાન નેતૃત્વ સાથે વાત કરી હતી. કેટલાક અહેવાલો અને અધિકારીઓ મુજબ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ પર સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે.ખુર્રમ એજન્સીના જિલ્લા પોલીસ અધિકારી મઝહર જહાંએ જણાવ્યું કે પાકિસ્તાનના આ હુમલાથી એક અધિકારી સોમવારે શહીદ થયા હતા અને બે જવાનો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: OMG: લાખોમાં ફોલોઅર્સ અને એ પણ એક શ્વાનના, જીવે છે આલીશાન જીવન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top