જાપાનમાં ફરી ધરા ધ્રુજી, 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

Earthquake in japan: તાઈવાનમાં બુધવારે વિનાશક ભૂકંપ બાદ હવે જાપાનની ફરી એકવાર ધરા ધ્રૂજી છે. આજે જાપાનના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અગાઉ બે દિવસ પહેલા જ ઉત્તરી જાપાનના ઇવાતે અને ઓમોરી પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી

તાઈવાનમાં બુધવારે સવારે 7.7નો ભૂકંપ આવ્યો હતો. જેમાં પાટનગર તાઈપેમાં અનેક ઇમારતો ધરાશાયી થઇ હતી. ત્યારે હવે જાપાનમાં જાપાનના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ ફરીવાર પેસિફિક પ્રદેશમાં સિસ્મિક પ્રવૃત્તિમાં વધારો થવાની ચિંતા વધી છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. જાપાનમાં, ભૂકંપ પ્રતિરોધક ઇમારતો અને નિયમિત આપત્તિ કવાયત દ્વારા આવી ઘટનાઓ માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવે છે. તેમ છતાં, કુદરતની અણધારીતા સામે હંમેશા સજાગ રહેવું જરૂરી છે. આ ઘટના માત્ર તાઈવાન અને જાપાન માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રશાંત ક્ષેત્રના દેશો માટે ચેતવણી સમાન છે.

આ પણ વાંચો: સુરજેવાલાનું હેમામાલિની પર આપત્તિજનક નિવેદન: કંગના સહિત ભાજપના નેતા ભડક્યાં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top