એસ જયશંકરનું નિવેદન: ભારતનુ કમનસીબ છે કે, પાકિસ્તાન જેવો પાડોશી દેશ મળ્યો છે

પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ પણ ભારત સાથેના પાકિસ્તાનના સબંધોમાં કોઈ ફરક પડે તેમ લાગી રહ્યુ નથી. ભારત પણ પાકિસ્તાન સાથે સબંધો સુધારવા માટે પહેલ કરવાના મૂડમાં નથી તેવુ વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પરથી લાગી રહ્યુ છે. ત્રણ દિવસ માટે સિંગાપુરના પ્રવાસે ગયેલા જયશંકરે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરમાં પોતાના પુસ્તકને લગતા એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, અમે એવા પાડોશી દેશ સાથે કેવી રીતે કામ કરીએ જે આતંકવાદને પોતાની શાસન વ્યવસ્થાના એક ભાગ તરીકે ઉપયોગમાં લેતો હોય? જોકે ભારત હવે આતકંવાદને નજરઅંદાજ કરવાના પક્ષમાં બિલકુલ નથી. પાકિસ્તાન ઔદ્યોગિક સ્તરે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યુ છે અને ભારત આ સાંખી નહીં લે.

તેમણે આગળ જણાવ્યું હતુ કે, દુનિયાનો દરેક દેશ ઈચ્છે છે કે, પાડોશી દેશમાં સ્થિરતા હોય અને સ્થિરતા ન હોય તો કમસે કમ પાડોશી દેશ શાંતિથી રહેવા માંગતો હોય પણ ભારતનુ કમનસીબ છે કે તેનો પાડોશી દેશ આવો નથી. કોઈ પણ દેશ એવા પાડોશી સાથે કેવી રીતે હળમળીને રહી શકે કે જે આતંકવાદને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યો હોય…આતંકવાદી ઘટનાઓ સાથે પાકિસ્તાનનુ કનેક્શન એકલ દોકલ ઘટનાઓમાં નહીં બલ્કે સતત સામે આવતુ રહ્યુ છે. એ પછી ભારત એવા નિર્ણય પર પહોંચ્યુ છે કે, આ ખતરાનો સામનો કરશે અને આકરા નિર્ણયો લેવા પડે તો લેશે.

જયશંકરે નામ લીધા વગર કહ્યુ હતુ કે, એક તરફ પાકિસ્તાન આતંકવાદ ચાલુ રાખશે તો ભારત એવુ ક્યારેય નહીં કહે કે આપણે તેની સાથે સંબંધ સુધારવા પર વાતચીત કરીએ.

આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી કાળજી રાખે, પેપ્સીના પૂર્વ CEO ઈન્દિરા નૂઈએ વિડિયો શેર કર્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top