રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટું અપડેટ, જાડેજા-રાહુલ કરી શકે છે કમબેક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી આ અંગે ટીમની જાહેરાત કરી નથી. પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી પણ આ મેચમાં નહીં રમે. કોહલીએ હજુ સુધી તેની ઉપલબ્ધતા અંગે બીસીસીઆઈને જાણ કરી નથી. ઈજાના કારણે બહાર રહેલા રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વાપસી કરી શકે છે. આ બંને ખેલાડીઓ બીજી ટેસ્ટમાં રમ્યા ન હતા.

ટીમ ઈન્ડિયા વિશે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ કોહલીએ ટેસ્ટ મેચ માટે તેની ઉપલબ્ધતા અંગે હજુ સુધી બોર્ડ સાથે માહિતી શેર કરી નથી. એક સૂત્રએ કહ્યું, “વિરાટ નક્કી કરશે કે ભારતીય ટીમમાં ક્યારે વાપસી કરવી. તેણે હજુ સુધી બોર્ડને જાણ કરી નથી પરંતુ જ્યારે પણ તે રમવાનું નક્કી કરશે ત્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે.કોહલી ભારત માટે પ્રથમ બે ટેસ્ટ મેચમાં પણ રમ્યો નહોતો.

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં રમ્યા ન હતા. આ બંને ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. પરંતુ આ બંને ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આગામી ત્રણ મેચો માટે ટીમની પસંદગી કરશે. બંનેને આમાં સ્થાન મળી શકે છે. જાડેજા ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટને પણ વિશ્વાસ છે કે જાડેજા ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે.

ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ અને જાડેજાએ પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલે પહેલી ઈનિંગમાં 123 બોલનો સામનો કરીને 86 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 180 બોલનો સામનો કરીને 87 રન બનાવ્યા હતા. જાડેજાએ પણ પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top