આજે થશે નિર્ણય, કોહલી-શમી અને જાડેજા-રાહુલ પર રહેશે નજર; છેલ્લી ત્રણ ટેસ્ટ માટે પસંદ કરવામાં આવશે ટીમ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલ ભારતના પ્રવાસે છે. ઇંગ્લિશ ટીમ અહીં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવા આવી છે. આ સીરિઝની પહેલી બે ટેસ્ટ રમાઈ ગઈ છે. જ્યારે બ્રિટિશરો હૈદરાબાદ ટેસ્ટ જીતી ગયા, ત્યારે ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 106 રનથી મેચ જીતી લીધી. હવે ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે. પરંતુ તે પહેલા આજે BCCI સીરિઝની બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે BCCIએ આ પાંચ મેચની સીરિઝની પહેલી બે ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. હવે બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમની પસંદગી કરવાની છે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયાની જાહેરાત આજે છેલ્લી ત્રણ ટેસ્ટ માટે એટલે કે 6 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વમાં છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે.

વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા પર નજર રહેશે
અંગત કારણોસર પહેલી બે ટેસ્ટમાંથી બ્રેક લેનાર વિરાટ કોહલી બાકીની ત્રણ ટેસ્ટ રમશે કે નહીં? દરેકની નજર આના પર ટકેલી છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પરત ફરશે કે નહીં તેના પર પણ ફેન્સ નજર રાખી રહ્યા છે. રાહુલ અને જાડેજાએ પહેલી ટેસ્ટ રમી હતી, પરંતુ ઈજાના કારણે બંને બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા.

ટીમ ઈન્ડિયા 9 દિવસના બ્રેક પર છે
નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી રમાવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હવે 9 દિવસના બ્રેક પર છે. આ બ્રેક દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ પણ ભારતમાં નહીં રોકાય. તેઓ અબુ ધાબીમાંસીરિઝની બાકીની મેચોની તૈયારી કરશે.

શમીનું વાપસી કરવું મુશ્કેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સીરિઝમાં તેની વાપસી મુશ્કેલ છે. શમી હાલ લંડન છે. રિપોર્ટ અનુસાર, તે સર્જરી કરાવવા લંડન ગયો છે. જોકે, તેની સર્જરી અંગે હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે શમી IPL 2024થી ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top