રાજકોટમાં રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટ લેનાર 9મો બોલર બન્યો

ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને રાજકોટ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો પાર કરી લીધો છે. અશ્વિને 98 મેચમાં 500 વિકેટ ઝડપી છે. ભારતીય ઓફ સ્પિનરે ઇંગ્લિશ બેટ્સમેન જેક ક્રાઉલીને આઉટ કરીને ટેસ્ટ ફોર્મેટમાં આ સિદ્ધિ મેળવી હતી. આ રીતે રવિ અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા પૂર્વ ભારતીય લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ આ હાંસલ કરી હતી.

આ મહાન ખેલાડીઓની યાદીમાં રવિ અશ્વિનનો સમાવેશ
આ સાથે જ અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનારો 9મો બોલર બની ગયો છે. ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન ટોપ પર છે. મુથૈયા મુરલીધરનના નામે 800 ટેસ્ટ વિકેટ છે. આ પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્ન બીજા સ્થાને છે. શેન વોર્નના નામે 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ છે. આ પછી ત્રીજા નંબરે જિમી એન્ડરસન છે જ્યારે ચોથા નંબર પર ભારતીય દિગ્ગજ અનિલ કુંબલે છે. જિમી એન્ડરસન અને અનિલ કુંબલેના નામે અનુક્રમે 695 અને 619 વિકેટ છે.

આવી રહી અશ્વિનની ટેસ્ટ કરિયર
આ પછી લિસ્ટમાં સ્ટુઅર્ટ બ્રોડ, ગ્લેન મેકગ્રા, કર્ટની વોલ્શ અને નાથન લિયોન જેવા નામ સામેલ છે. અશ્વિનના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો આ બોલરે 98 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. અશ્વિને ટેસ્ટ મેચોમાં 50 વિકેટ પોતાના નામે કરી છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ મેચોમાં 23.89ની એવરેજ અને 51.45ની સ્ટ્રાઈક રેટથી વિકેટ લીધી છે. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ મેચોમાં 34 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિવાય તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top