TATAનો ધમાકો! Tiago અને Tigor CNG ના AMT વેરિઅન્ટ્સ લોંચ, કિંમત જાણી હોંશ ઉડી જશે

Tata Tiago and Tigor iCNG AMT Launched: દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે સ્થાનિક બજારમાં કંઈક એવું કર્યું છે જે આજ સુધી કોઈ અન્ય કાર ઉત્પાદકે કર્યું નથી. ટાટા મોટર્સે સત્તાવાર રીતે દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર રેન્જ વેચાણ માટે લોન્ચ કરી છે.

કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે તેની સૌથી સસ્તી હેચબેક Tiago CNG AMT અને સસ્તી સેડાન કાર Tigor CNG AMT લોન્ચ કરી છે. આ નવી CNG ઓટોમેટિક રેન્જની શરૂઆતની કિંમત માત્ર 7.89 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Tiago iCNG AMTના ઓટોમેટિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7,89,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ હેચબેકને કુલ ચાર ટ્રીમમાં રજૂ કરી છે, તેની ટોચની XZA NRG ટ્રીમની કિંમત રૂ. 8,79,900 લાખ નક્કી કરવામાં આવી છે. જ્યારે Tigor iCNG AMT ઓટોમેટિક માત્ર બે ટ્રિમમાં લોન્ચ કરવામાં આવી છે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 8,84,900 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 9,54,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

Tiago iCNG AMT કિંમત અને પ્રકારો:

XTA રૂ. 7,89,900
XZA+ 8,79,900
XZA+ DT 8,89,900
XZA NRG 8,79,900

Tigor iCNG AMT કિંમત અને વેરિઅન્ટ

XZA 8,84,900
XZA+ 9,54,900

ટાટા મોટર્સનો દાવો છે કે આ ઓટોમેટિક CNG કાર 28.06 કિમી/કિલો સુધીની માઈલેજ આપે છે. હાલના કલર વિકલ્પો ઉપરાંત કંપનીએ કેટલાક નવા રંગો, ટાટા ટિયાગો માટે ટોર્નાડો બ્લુ, ટિયાગો NRG માટે ગ્રાસલેન્ડ બેજ અને રેગ્યુલર ટિગોર માટે મીટિઅર બ્રોન્ઝ કલર વિકલ્પનો પણ સમાવેશ કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top