ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા ખેલાડીઓ ટીમમાંથી થયા આઉટ

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સીરિઝની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે. આ સિવાય શ્રેયસ અય્યર પણ ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ આવતા સપ્તાહે ગુરુવાર 15 ફેબ્રુઆરીથી રમાશે. પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1થી બરાબર છે. આવી સ્થિતિમાં રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્ત્વની છે.

કોહલી-અય્યર આઉટ
વિરાટ કોહલીએ શુક્રવારે પસંદગીકારોની ઓનલાઈન બેઠકમાં માહિતી આપી હતી કે તે ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ બની શકશે નહીં. શ્રેયસ અય્યરે પીઠમાં જકડાઈ જવાની અને જંઘામૂળના વિસ્તારમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી.

રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પર મોટું અપડેટ
રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની ભાગીદારી BCCI મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બંને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમ્યા ન હતા.

ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ.

ભારત વર્સેસ ઈંગ્લેન્ડ સીરિઝની છેલ્લી 3 ટેસ્ટ
ત્રીજી ટેસ્ટ મેચ, 15-19 ફેબ્રુઆરી, સવારે 9:30 કલાકે, રાજકોટ
ચોથી ટેસ્ટ મેચ, 23-27 ફેબ્રુઆરી, સવારે 9:30 કલાકે, રાંચી
પાંચમી ટેસ્ટ મેચ, 7-11 માર્ચ, સવારે 9:30 કલાકે, ધર્મશાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top