અનુપમા ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની વયે હાર્ટ એટેકથી થયું અવસાન

ટીવી જગતના દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહનું સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે હાર્ટ એટેકથી અવસાન થયું. તેમની ઉંમર 59 વર્ષની હોવાનું કહેવાય છે. ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. અભિનેતાના આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ફેન્સ પણ આઘાતમાં છે.

ઋતુરાજે ઘણા ટીવી શોમાં કામ કર્યું
90ના દાયકામાં ઝી ટીવી પર રિયાલિટી ગેમ શો ‘તોલ મોલ કે બોલ’ હોસ્ટ કરીને પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર ઋતુરાજ સિંહે ટીવી પર ઘણી સિરિયલો, ફિલ્મો અને ઓટીટી શોમાં કામ કર્યું હતું. 1993માં ઝી ટીવી પર પ્રસારિત થતો તેમનો ટીવી શો ‘બનેગી અપની બાત’ પણ ખૂબ લોકપ્રિય થયો હતો. તેમણે ‘હિટલર દીદી’, ‘જ્યોતિ’, ‘શપથ’, ‘અદાલત’, ‘આહટ’, ‘દિયા ઔર બાતી’, વોરિયર હાઈ’, ‘લાડો 2’ જેવી સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

અમિત બહલે ઋતુરાજના મૃત્યુની પુષ્ટિ કરી હતી
એક અહેવાલ મુજબ, ઋતુરાજના સારા મિત્ર અમિત બહલે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી અને તેના પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “હા, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ તેમને કેટલીક હ્રદય સંબંધી તકલીફો થઈ હતી અને તેમનું નિધન થયું હતું.”

અરશદ વારસીએ ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો
સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ અશ્રુભીની આંખો સાથે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, તો સાથે જ ઘણા સેલેબ્સ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અરશદ વારસીએ પણ અભિનેતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. અરશદે લખ્યું, “તને મિસ કરીશ ભાઈ…”

આ દિવસોમાં, ઋતુરાજ ટીવીના સૌથી લોકપ્રિય શો અનુપમામાં જોવા મળ્યો હતો અને તે તેના રોલથી ઘણી હેડલાઇન્સ પણ બનાવી રહ્યો હતો. અભિનેતાએ યે રિશ્તા ક્યા કહેલાતામાં પણ ભૂમિકા ભજવી હતી. હાલમાં તેમના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top