પરણેલા ભારતીયોએ ‘પાર્ટનર સાથેના દગા’ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણીને ચોંકી જશો!

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડને તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં પરિણીત ભારતીયો વિશે આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. ભારતમાં લોકો હવે લગ્નની બહાર ડેટિંગ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે, આવું આ અભ્યાસના પરિણામો દર્શાવે છે.

ગ્લીડનનો સર્વે શું કહે છે?

ગ્લીડને લગ્ન, લગ્નેતર સબંધો અને લગ્ન સંસ્કૃતિને લઇને ભારતના બદલાતા વલણ પર અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં ટાયર 1 અને ટાયર 2 શહેરોના 25 થી 50 વર્ષની વચ્ચેના 1,503 પરણિત ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અભ્યાસમાં સમાવિષ્ટ 60 ટકાથી વધુ લોકો ડેટિંગની બિન-પરંપરાગત પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા, જેમ કે સ્વિંગિંગ (જેમાં પાર્ટનર્સ આનંદ પ્રમોદ માટે અન્ય લોકો સાથે બહાર નીકળે છે) રીસર્ચના પરિણામોએ જણાવ્યું હતું કે ભારતમાં ઓપન રિલેશનશીપ અને સિચ્યુએશનશીપનું ચલણ વધી રહ્યું છે.

ભારતમાં આવું થાય તે થોડું આશ્ચર્યજનક એ માટે પણ છે કારણ કે ભારતીય સમાજમાં લગ્નનું અનોખું મહત્વ છે. ભારતમાં લગ્ન જીવનને જીવનસાથી પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવે છે. અહીં ભારતમાં લગ્નને સંસ્કાર અને પરંપરા તરીકે જોવામાં આવે છે. રીસર્ચમાં લગ્ન પછી બેવફાઇના વિવિધ સ્વરૂપોની વિગતો આપે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.

પ્લેટોનિક ઇન્ટરેક્શન (46 ટકા)

આ પ્રકારની બેવફાઈ લગ્નની બહાર અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા સુધી મર્યાદિત નથી પણ તેમાં ભાવનાત્મક જોડાણ પણ સામેલ છે. જો કોઈ વ્યક્તિ લગ્નની બહાર અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ હોય તો તેને બેવફાઈ ગણવામાં આવશે. રીસર્ચ દર્શાવે છે કે 46 ટકા પુરુષો આવા સંબંધોમાં આગળ વધવા માંગે છે, જેમાંથી સૌથી એટલે કે 52 ટકા જેટલા કોલકાતામાં છે.

વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ

ડિજિટલ વિશ્વમાં, ઑનલાઇન ફ્લર્ટિંગ બેવફાઈનું એક સામાન્ય સ્વરૂપ બની ગયું છે. રિપોર્ટ દર્શાવે છે કે 36 ટકા મહિલાઓ અને 35 ટકા પુરુષો વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ દ્વારા આકર્ષાય છે. કોચીના મહત્તમ (35 ટકા) લોકોએ તેમાં રસ દાખવ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ સિવાય જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથે રહેવાનું સ્વપ્ન જોવું (33-35 ટકા) હવે સામાન્ય બની ગયું છે. જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચારવું એ કોઈ મોટી વાત નથી તેવું ચિત્ર ઉભરી રહ્યું છે. આંકડા દર્શાવે છે કે 33 ટકા પુરુષો અને 35 ટકા સ્ત્રીઓ ખુલ્લેઆમ આવી કલ્પનાઓ કરી હોવાનું સ્વીકારે છે.

આ સમાચાર પણ વાંચો : 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top