કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને રોકડું પરખાવ્યું, કહ્યું CAAનો કાયદો ક્યારેય પાછો નહીં લેવાય

કેન્દ્રીય સહકારીતા અને ગૃહમંત્રી અમિત શાહે CAAને લઇને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં અમિત શાહે કહ્યું કે કોઇ ગમે તે કરી લે પરંતુ CAAનો કાયદો ક્યારેય પરત ખેંચાશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી આપણો અધિકાર છે, અમે તેના પર ક્યારેય અમે સમાધાન નહીં કરીએ. આ ઇન્ટરવ્યુમાં અમિત શાહે મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતુ.

મમતાને આપી ચેતવણી

ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદન સામે આકરો પ્રહાર કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે હવે તે દિવસ દૂર નથી જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે અને ઘૂસણખોરોને ભારતમાં આવતા રોકશે.વધુમાં તેઓએ કહ્યું હતું કે મમતા બેનર્જી તૃષ્ટિકરણની રાજનીતિ કરવા ઘૂસણખોરીની પરવાનગી આપે છે અને CAAનો વિરોધ કરે છે. કારણ કે શરણાર્થીઓને નાગરિકતા નહી મળે તો તે લોકો તેમની સાથે નહીં રહે. મમતા બેનર્જીને શરણાર્થી અને ઘૂસણખોરો વચ્ચેનું અંતર ખબર નથી.

અમિત શાહે વિપક્ષને આડે હાથે લીધા

CAA દ્વારા BJP નવી વોટ બેંક બનાવી રહી હોવાના વિપક્ષના આક્ષેપ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, “વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી…’તેમનો ઇતિહાસ છે કે જે બોલે છે તે કરતા નથી, મોદીજીનો ઇતિહાસ છે જે ભાજપ અથવા પીએમ મોદીએ કહ્યું તે પથ્થરની લકીર છે. મોદીજીની દરેક ગેરંટી પૂર્ણ થાય છે.” વિપક્ષે તો એમ પણ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં ભાજપનો રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ સામે પગલાં ન લેવા જોઈએ? તેઓએ એમ પણ કહ્યું કે શું કલમ 370 નાબૂદ કરવી એ પણ અમારા રાજકીય ફાયદા માટે છે? અમે તો આજકાલથી નહીં 1950થી કહેતા આવ્યા છીએ કે અમે કલમ 370 હટાવીશું.

કેજરીવાલને પણ આપ્યો જવાબ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શરણાર્થીઓને નાગરિકતા આપવાથી ચોરી અને બળાત્કારમાં વધારો થશે તેવા નિવેદન અંગે અમિત શાહે કહ્યું હતું કે, “દિલ્હીના મુખ્યમંત્રી તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા પછી તેમની ભાન ભુલી ગયા છે. તેઓ વોટનું રાજકારણ કરી રહ્યાં છે.”

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેમને ખબર નથી કે આ બધા લોકો પહેલેથી જ ભારતમાં આવીને વસવાટ કરી રહ્યાં છે. જો તેઓ આટલા ચિતિંત છે તો તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો કે રોહિંગ્યાઓનો વિરોધ કેમ કરતા નથી? તેઓ ફક્ત મતબેંકની રાજનીતિ કરી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : ભારત સહિત સમગ્ર વિશ્વમાં પારસીઓની વસ્તી કેમ ઘટી રહી છે, વસતી વધારવા સરકારે અમલમાં મુક્યો આ ખાસ પ્લાન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top