આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખો, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત

ચૂંટણી પંચ શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આ વિધાનસભા ચૂંટણીઓ ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાશે. ચૂંટણી પંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ અંગે સૂત્ પાસેથી મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચ એટલે કે ફુલ કમીશનની મીટીંગ શરૂ થઇ હતી જે અંદાજે 45 મિનિટ સુધી ચાલી હતી.

ગત વખતે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી

2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. અને પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

2019માં શું પરિણામો આવ્યા

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી જ્યારે 2019માં 303 સીટો પર વિજય થયો હતો. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. બીજી તરફ દેશના સૌથી જૂના રાજકીય પક્ષ એવા કોંગ્રેસે માત્ર 52 સીટો જીતી હતી.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને રોકડું પરખાવ્યું, કહ્યું CAAનો કાયદો ક્યારેય પાછો નહીં લેવાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top