લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને IT વિભાગની 1700 કરોડ રૂપિયાની નોટિસ

Lok Sabha Elections 2024 | આવકવેરા વિભાગે કોંગ્રેસની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે. જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. જેના લીધે કોંગ્રેસની ચિંતા બમણી થઈ ગઈ છે.

ડિમાન્ડની રકમમાં વધારો થાય તેવી શક્યતા

આ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ 2021-22 થી 2024-25 સુધીની આવકના પુન:મુલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી.

જાણો આ બાબતે કોંગ્રસે શું નિવેદન આપ્યું

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને દસ્તાવેજો વિના લગભગ 1,700 કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું લોકસભા ચૂંટણી દરમિયાન આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે.

હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કોંગ્રેસની એ અરજીઓ ફગાવી દીધી હતી જેમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તેની સામે ચાર વર્ષની મુદ્દત માટે પુનઃમુલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

આ પણ વાંચો: કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું નવું અભિયાન શરૂ, CMની પત્નીએ કમાન સંભાળી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top