આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતની લોકશાહીમાં ખામી દર્શાવી હતી; મોદી સરકારની તૈયારીઓ શરૂ

મોદી સરકાર નિરંતર પોતાનો ડેમોક્રેસી રેટિંગ ઈન્ડેક્સ લાવવાની તૈયારી કરી રહી છે. 2021થી વૈશ્વિક સૂચક આંકો પર નજર રખાઈ રહી છે. કતારના મીડિયા અલજઝીરાએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકશાહીના સંદર્ભમાં ભારતનું રેન્કિંગ સતત ઘટી રહ્યું છે. 2021માં અમેરિકાના ફ્રીડમ હાઉસના રેટિંગમાં ભારતની મુક્ત લોકશાહી પાર્શિયલ મુક્ત શ્રેણીમાં આવી ગઈ હતી. જ્યારે વેરાયટી ઓફ ડેમોક્રસીએ માર્ચમાં લોકશાહી રેન્કિંગ બહાર પાડ્યું હતું. આમાં ભારત 179 દેશોમાં 104મા સ્થાને છે. ઉપરાંત, બ્રિટિશ અખબાર ધ ઇકોનોમિસ્ટના રેન્કિંગમાં, ભારતને ખામીઓ સાથેની લોકશાહીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. 167 દેશોની આ યાદીમાં ભારતને 7.18ના સ્કોર સાથે 41મું સ્થાન મળ્યું છે. આ દરમિયાન, CAA, NRC અને કલમ 370 હટાવવા જેવા મુદ્દાઓને કારણ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારત આ આંતરરાષ્ટ્રીય રેન્કિંગનો સતત વિરોધ કરી રહ્યું છે.

સરકારી રિપોર્ટમાં પણ ભારતનો સ્કોર અન્ય દેશોની સરખામણીમાં ઓછો
અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે વર્ષ 2021માં, સરકારે વિવિધ મંત્રાલયો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમને 30 વૈશ્વિક સૂચકાંકો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ભારતના પોતાના મૂલ્યાંકનમાં પણ જાણવા મળ્યું છે કે દેશનો સ્કોર અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. આ પછી સરકારે સ્વીકાર્યું કે દેશને વધુ સારી રીતે કામ કરવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, સરકારેએ પણ સ્વીકાર્યું છે કે થિંક ટેન્ક, સર્વે એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સતત નકારાત્મક નિવેદનોને કારણે વિશ્વવ્યાપી ગવર્નન્સ ઈન્ડિકેટર્સ (WGI) રિપોર્ટમાં દેશની રેન્કિંગ ઘટી શકે છે. આ રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવ્યો છે.

જયશંકરે જણાવ્યું કે રેન્કિંગ સંસ્થાઓ દંભી છે, તેમની મંજૂરીની ભારતને જરૂર નથી
8 માર્ચ 2024માં, વિદેશ મંત્રી એસ જયશંકરે ટોકિયોના ભાષણ દરમિયાન વિશ્વની રેન્કિંગ સંસ્થાઓને દંભી ગણાવી હતી. તેમણે કહ્યું હતું- આવી સંસ્થાઓ પોતાને વિશ્વની રક્ષક માને છે. જો કે, રિપોર્ટ અનુસાર, આ નિવેદનો છતાં ભારત સરકાર રેટિંગને લઈને ચિંતિત છે. હવે સરકારે ઈન્ડેક્સ જાહેર કરવા માટે ભારતની થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)નો સંપર્ક કર્યો છે. સરકાર લોકશાહી રેટિંગ ફ્રેમવર્ક પર ORF સાથે કામ કરી રહી છે. આ ઇન્ડેક્સ પશ્ચિમી દેશોના માપદંડને બદલે લોકશાહી પર ભારત સરકારના વલણને અનુરૂપ હશે. ORF ભારતમાં વિદેશ મંત્રાલયના સહયોગથી રાયસિના ડાયલોગનું આયોજન કરે છે. આ બાબતની ચર્ચા 21-23 ફેબ્રુઆરીએ થઈ હતી.

નીતિ આયોગ સાથે ORFની લોકશાહી રેન્કિંગ અંગે બેઠક
એક સરકારી અધિકારીએ અલ જઝીરાને જણાવ્યું કે નીતિ આયોગે આ વર્ષે જાન્યુઆરીમાં ORF સાથે બેઠક કરી હતી. આ સમય દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે લોકશાહી રેન્કિંગ થોડા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. જો કે, આ રેન્કિંગ લોકસભા ચૂંટણી પહેલા આવશે કે પછી, તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી. સૂત્રો અનુસાર ORFએ ડેમોક્રેસી ઇન્ડેક્સ તૈયાર કર્યો છે અને થોડા અઠવાડિયા પહેલા તેને સમીક્ષા માટે નિષ્ણાતોને મોકલવામાં આવ્યો હતો. જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જો કે, સરકારે હજુ સુધી આ રેટિંગ્સ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. અલ જઝીરા દ્વારા પૂછવામાં આવતા, નીતિ આયોગે સ્પષ્ટતા કરી હતી કે તે સરકાર માટે કોઈ લોકશાહી સૂચકાંક તૈયાર કરી રહી નથી.

આ સમાચાર પણ વાંચો: પંજાબ સરકાર પર ભડક્યા સિદ્ધુ મૂસેવાલાના પિતા, કહ્યું ‘પત્નીની સારવાર થઈ જવા દો, દયા કરો..’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top