કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું નવું અભિયાન શરૂ, CMની પત્નીએ કમાન સંભાળી

Arvind Kejriwal News | મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનીતા કેજરીવાલ મોરચો સંભાળી રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી.

‘કેજરીવાલને આશીર્વાદ’ નામનું અભિયાન શરુ કર્યું

સુનીતા કેજરીવાલે સૌને મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનને સાંભળવાની અપીલ કરી હતી. તેની સાથે તેમણે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા નવા અભિયાન કેજરીવાલને આશીર્વાદની માહિતી આપી હતી. લોકોને તેની સાથે જોડાવા અપીલ કરતાં તેમણે એક નવું વોટ્સએપ નંબર જાહેર કર્યું હતું. જેના પર લોકોને મેસેજ મોકલવા અપીલ કરી હતી.

કેજરીવાલના રિમાંડમાં વધારો થયો હતો

ઉલ્લેખનીય છે કે ગઇકાલે અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના રિમાંડમાં ચાર દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર ઈડીએ 100 કરોડથી વધુના દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર હોવાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો: ઝેરી દવા પીવાથી તમિલનાડુના સાંસદનું નિધન, ટિકિટ ન મળતા ભર્યું પગલું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top