મહારાષ્ટ્રમાં શિવસેનાએ લોકસભા માટે કમર કસી, 16 ઉમેદવારોની પહેલી યાદી જાહેર

Lok sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી. ત્યારે હવે શિવસેનાએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

16 ઉમેદવારોની યાદી જાહેર

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 16 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ખુદ સંજય રાઉતે ટ્વિટ કરીને આ યાદી વિશે માહિતી આપી હતી. ઉદ્ધવની શિવસેનાએ આ યાદીમાં કોંગ્રેસની મનપસંદ સાંગલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સાંગલીની આ બેઠક પરથી ચંદ્રહર પાટીલને ટિકિટ આપી છે.

આ નેતાઓને મેદાનમાં ઉતર્યા

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ જ્યાંથી ટિકિટ માંગી રહ્યા હતા ત્યાંથી શિવસેનાએ અમોલ કીર્તિકરને ટિકિટ આપી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોકસભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારેને ટિકિટ મળી છે. જ્યારે, મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ અને પશ્ચિમ મુંબઈથી અમોલ કાર્તિકર પક્ષના ઉમેદવાર હશે.

આ સમાચાર પણ વાંચો: AMCનો ચોંકાવનારો રીપોર્ટ, કેટલાક વિસ્તારનું પાણી પીવાલાયક નથી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top