ઝેરી દવા પીવાથી તમિલનાડુના સાંસદનું નિધન, ટિકિટ ન મળતા ભર્યું પગલું

Lok Sabha Elections 2024 | તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમના નેતા ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેમણે ઝેરી દવા ગટગટાવી જવાને કારણે તેમની હાલત બગડી હતી. જેને પગલે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એવું કહેવાય છે કે ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને ઈરોડથી ટિકિટ ન ફાળવતાં તેઓ નારાજ હતા અને આ કારણે જ તેમણે ઝેરી દવા પીને આપઘાતનું પગલું ભર્યું હતું.

ઝેરી દવાના લીધે અવસાન

ઝેરી દવા ગટગટાવી જવાને કારણે સાંસદ ગણેશમૂર્તિની તબિયત લથડતા તેમને કોઈમ્બતુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે સવારે એટલે કે 28 માર્ચ 2024ના રોજ 5 વાગ્યે તેમનું અવસાન થયું હતું. બુધવારે સવારે ઉલ્ટીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગણેશમૂર્તિએ તેમના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તેમણે જંતુનાશક દવાનું સેવન કર્યું હતું.

2019માં લોકસભા ચૂંટણીમાં ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતા

અહેવાલ અનુસાર પોલીસે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતા. ત્રણ વખતના સાંસદ રહી ચૂકેલા ગણેશમૂર્તિ એમડીએમકેમાં પ્રમુખ પદો પર રહી ચૂક્યા હતા. અહેવાલો અનુસાર ગણેશમૂર્તિને કથિતરૂપે આગામી લોકસભા ચૂંટણીમાં ઈરોડથી ટિકિટ ન આપવામાં આવતા તેઓ નારાજ હતા. ડીએમકેએ ઈરોડમાં તેના નવા ઉમેદવારને ઉતાર્યા હતા અને તિરુચીની બેઠક એમડીએમકેને આપવાનો નિર્ણય લીધો હતો.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિવસેનાએ લોકસભા માટે કમર કસી, 16 ઉમેદવારોની પહેલી યાદી જાહેર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top