પંજાબ સરકાર પર ભડક્યા સિદ્ધુ મૂસેવાલાના પિતા, કહ્યું ‘પત્નીની સારવાર થઈ જવા દો, દયા કરો..’

ચંદીગઢ: થોડા દિવસો પહેલા જ દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે. બાળકના જન્મના સમાચાર પોતે બલકૌર સિંહે સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. મિનિ સિદ્ધુ પાછો ફરતા સૌ હરખથી નાચવા લાગ્યા હતા. મોસેવાલાનો નાનો ભાઈ આવતા લોકોનો ઉત્સવ માનવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ હવે બલકૌર સિંહે ભગવંત માન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. બલકૌર સિંહનું કહેવું છે કે ભગવંત માન સરકાર તેમના પરિવારને પરેશાન કરી રહી છે. આ બાળકને લીગલ સાબિત કરવા માટે મને જાત-ભાતના પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. બલકૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો જારી કરીનએ આ બાબતની માહિતી આપી છે.

સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા વીડિયો નિવેદનમાં બલકૌર સિંહે કહ્યુ, બે દિવસ પહેલા અમારા ઘરમાં વાહેગુરુની કૃપાથી અમારો શુભદીપ(સિદ્ધુ મૂસેવાલા) પરત આવ્યો હતો. પરંતુ આજે સવારથી હુ ખૂબ પરેશાન છુ. મેં વિચાર્યુ તમને પણ આ વિશે ખબર હોવી જોઈએ કે તંત્ર મને હેરાન કરી રહ્યુ છે. કહી રહ્યુ છે કે તમે આ બાળકના ડોક્યૂમેન્ટ લાવો. હું સરકારને અને ખાસ કરીને સીએમને એક વિનંતી કરવા ઈચ્છુ છુ કે તમે થોડી દયા રાખો, મારી પત્નીની સારવાર તો પૂરી થવા દો.

પંજાબ સરકાર પર નિશાન સાધ્યુ

ભગવંત માન સરકાર પર નિશાન સાધતા મોસેવાલાના પિતાએ કહ્યુ, હું અહીં રહુ છું અને અહીં જ રહીશ. તમે જ્યાં બોલાવશો ત્યાં પહોંચીશ. કૃપા કરીને મારી પત્નીની ટ્રીટમેન્ટ પૂરી થવા દો. મે દરેક સ્થળે કાયદાનું પાલન કર્યુ છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે ફરિયાદ નોંધાવીને મને જેલમાં બંધ કરી શકો છો. હું વિશ્વાસ અપાવુ છું કે હું તમામ લીગલ ડોક્યુમેન્ટ બતાવીને નિર્દોષ સાબિત થઈશ.

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુનું ક્રિકેટમાં કમબેક: IPL 2024માં કોમેન્ટરી કરતા જોવા મળશે; જાણો શું છે કમબેક કરવાનું કારણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top