You Tuberના પ્રેમમાં પડી ઈરાનની ફૈઝા, 3000 કિમી દૂર આવીને યુપીમાં કરી સગાઈ, હવે કરશે લગ્ન

ઈરાનની ફૈઝા નામની યુવતી મુરાદાબાદમાં રહેતા યૂટ્યૂબરના ગળાડૂબ પ્રેમમાં પડી છે. છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અલગ અલગ દેશમાં રહેવા છતાં ફૈઝા અને યૂટ્યૂબર દિવાકર વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ છે કે ફૈઝાએ ઇરાનથી મુરાદાબાદ આવીને તેના પ્રેમી યૂટ્યૂબર દિવાકર સાથે સગાઈ કરી લીધી છે.

ફૈઝા અને દિવાકરની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચાઇ રહી છે

યુપીના મુરાદાબાદમાં આ લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની છે. ફૈઝા તેના પિતા સાથે ભારત આવી છે અને હાલમાં દિવાકરના ઘરે રોકાઈ છે. બંનેની મિત્રતા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી થઈ હતી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમતા બંનેએ સગાઈ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

ટ્રાવેલ બ્લોગર છે દિવાકર

દિવાકર યુટ્યુબ પર ટ્રાવેલ બ્લોગ બનાવે છે. દિવાકરે જણાવ્યા મુજબ તેનો અને ફૈઝાનો કોન્ટેક્ટ ઈન્સ્ટાગ્રામના માધ્યમ પર થયો હતો. બંને શરૂઆતમાં એકબીજાના દેશ વિશે જાણવાની વાતો કરતાં હતા અને ધીરે ધીરે તેઓ એકબીજાને સમજવા લાગતા પ્રેમમાં પડ્યા.

પોતે ફારસી શીખી અને ફૈઝાને હિન્દી શીખવાડી

યૂટ્યૂબર દિવાકરે જણાવ્યું કે “ફૈઝાની જીવનશૈલી ખૂબ જ અલગ છે. જેથી શરૂઆતમાં મને મુશ્કેલી થતી હતી. જ્યારે હું ઈરાન ગયો ત્યારે મારી વધેલી દાઢી જોઈને ફૈઝાના પરિવારને મારી દાઢી એટલી મોટી કેમ છે તેના પર આશ્ચર્ય થતું. પરંતુ હું તેમના કલ્ચરને સમજ્યો અને તેમની રીતભાતને જાણવા લાગ્યો. થોડા સમય પછી ફૈઝાનો પરિવાર અમારા લગ્ન માટે રાજી થઈ ગયો. ત્યારબાદ ફૈઝાએ મને ફારસી શીખવી અને મેં તેને હિન્દી શીખવાડી.” ફૈઝાની ઈરાનની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને LIUમાં ડોક્યુમેન્ટ પણ સબમિટ કરી દીધા છે. કાનૂની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થતાં બંને લગ્ન કરી લેશે.

આ સમાચાર પણ વાંચો: પરણેલા ભારતીયોએ ‘પાર્ટનર સાથેના દગા’ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણીને ચોંકી જશો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top