World Cup 2027 : ICCની મોટી જાહેરાત, વર્લ્ડકપ ચેલેન્જ લીગ માટે 12 ટીમના નામ જાહેર કર્યા

World Cup 2027 : ICCએ 2027માં યોજાનાર મેન્સ ક્રિકેટ વર્લ્ડકપને ધ્યાને રાખીને મોટી જાહેરાત કરી છે. આ વર્ષના અંતે વર્લ્ડકપ ચેલેન્જ લીગ યોજાવાની છે, જેના માટે આઈસીસીની 12 ટીમોના નામ જાહેર કરાયા છે. આ ટીમોને છ-છ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ટીમોમાંથી કુલ ચાર ટીમને વર્લ્ડકપ-2027 માટે ક્વોલિફાઈ થવાની તક મળશે.

આ ટીમો લેશે વર્લ્ડકપ ચેલેન્જ લીગમાં ભાગ

ICCએ વર્લ્ડકપ ચેલેન્જ લીગ માટે ‘A’ ગ્રૂપમાં ડેનમાર્ક, જર્સી, કેન્યા, કુવૈત, પાપુઆ ન્યૂ ગિની અને કતારને જ્યારે ‘B’ ગ્રૂપમાં બહેરીન, હોંગકોંગ ચીન, ઈટાલી, સિંગાપુર, તંજાનિયા અને યુગાન્ડાને સ્થાન આપ્યું છે. બંને ગ્રૂપની વિજેતા અને રનરઅપ ટીમ એટલે કે ચાર ટીમોને વર્લ્ડકપ ક્વોલિફાયર પ્લેઓફમાં પહોંચવાની તક મળશે.

વર્લ્ડકપ ચેલેન્જ લીગ માટે પહેલાથી જ આઠ ટીમોની પસંદગી થઈ ગઈ છે, જોકે ચેલેન્જ લીગ પ્લેઓફની ચાર ટોપ ટીમોને તાજેતરમાં જ સામેલ કરાઈ છે, જેમાં બહેરીન, ઈટાલી, કુવૈત અને તંજાનિયાનો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી બંને ગ્રૂપોની મેચોના શેડ્યૂલની જાહેરાત કરાઈ નથી. આ ટીમો વચ્ચે 2024થી 2026 વચ્ચે ત્રણ રાઉન્ડની રોબિન સિરિઝ રમાશે.

આ સમાચાર પણ વાંચો: કેનેડામાં ‘રેઇન ટેક્સ’ની જાહેરાત, લોકો પર આર્થિક બોજો વધશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top